મિડલ ઇસ્ટ યુદ્વ પર અમેરિકાએ આપ્યું મોટું નિવેદન,માર્કો રૂબિયોએ જંગ પૂર્ણ થવાની આપી ડેડલાઇન

US Iran War Marco Rubio

US Iran War Marco Rubio : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ અંગે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સામેનું અમેરિકાનું સૈન્ય અભિયાન મહિનાઓ સુધી નહીં, પરંતુ આગામી થોડા અઠવાડિયામાં જ પૂર્ણ થઈ જશે.

US Iran War Marco Rubio: જમીની સૈન્ય ની જરૂરિયાત નકારી

માર્કો રૂબિયોએ ફ્રાન્સમાં G7 દેશોના સમકક્ષો સાથેની બેઠક બાદ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકાને ઈરાનમાં પોતાના જમીની સૈનિકો (ગ્રાઉન્ડ ટ્રુપ્સ) મોકલવાની કોઈ જ જરૂર નથી. તેમણે જણાવ્યું કે અમેરિકન સૈન્ય પોતાના લક્ષ્યાંકો જમીન પર સેના ઉતાર્યા વિના જ, નિર્ધારિત સમય કરતા પણ પહેલા હાંસલ કરી રહ્યું છે.

સૈનિકો મોકલવા પાછળનું કારણ

વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, મધ્ય પૂર્વમાં કેટલાક વધારાના સૈનિકો ચોક્કસ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય માત્ર રાષ્ટ્રપતિને ઈમરજન્સીની સ્થિતિમાં વધુ વિકલ્પો અને સુરક્ષા પૂરી પાડવાનો છે, ન કે ઈરાનની ધરતી પર સીધું યુદ્ધ લડવાનો.

અમેરિકન બેઝ પર હુમલો અને તણાવ

નોંધનીય છે કે, સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં 12 જેટલા અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા શરૂ કરાયેલા હવાઈ હુમલા બાદ આખો મધ્ય પૂર્વ પ્રદેશ યુદ્ધની જ્વાળામાં સળગી રહ્યો છે.

આ પણ વાંચો: Iran Nuclear Plant Attack : ઈઝરાયેલનો ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો, IRGC કમાન્ડરે આપી ખુલ્લી ધમકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *