MLA Yogesh Patel Passes Away વડોદરા [Vadodara]: ગુજરાતના રાજકારણમાં [Gujarat Politics] અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના [Manjalpur Assembly Seat] લોકપ્રિય અને વરિષ્ઠ ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું [Yogesh Patel] નિધન થયું છે. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના નિધનથી વડોદરા શહેર અને ગુજરાત ભાજપે [Gujarat BJP] એક દિગ્ગજ અને જમીની નેતા ગુમાવ્યા છે.
MLA Yogesh Patel Passes Away રાજકારણના અજેય યોદ્ધા: 8 વખત બન્યા ધારાસભ્ય [8 Time MLA]
યોગેશ પટેલ વડોદરાના રાજકારણમાં [Vadodara Politics] એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકેની ઓળખ ધરાવતા હતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેઓ કુલ 8 વખત ધારાસભ્ય [Elected MLA] તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1990 માં તેઓ પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ 1995 માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
રાવપુરાથી માંજલપુર સુધીનો દબદબો [Political Journey]
તેમણે લાંબા સમય સુધી વડોદરાની રાવપુરા બેઠ [Raopura Seat] પરથી જનતાનું પ્રતિનિધિત્વ કર્યું અને ત્યાંથી સળંગ 5 વખત ધારાસભ્ય બન્યા. ત્યારબાદ છેલ્લી 3 ટર્મથી તેઓ માંજલપુર બેઠક પરથી સતત જીતતા આવ્યા હતા. વડોદરાના વિકાસમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. તેમના નિધનના સમાચારથી વડોદરાના સ્થાનિક રાજકીય વર્તુળો [Political Circles] અને લાખો સમર્થકોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

