મધ્ય પ્રદેશના ભોપાલમાં લાઉડ મ્યુઝિક ના કારણે 13 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના ગત સોમવારે બની હતી. દુર્ગા મૂર્તિના વિસર્જન માટે કાઢવામાં આવેલ ઝાંખી દરમિયાન દુર્ગા ચોકમાં મ્યુઝિક સિસ્ટમ પાસે ઊભેલો પાંચમા ધોરણનો વિદ્યાર્થી સમર બિલ્લૌર લાઉડ મ્યુઝિકના કારણે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો. તેને જે બે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તે ડોકટરોએ જણાવ્યું કે લાઉડ અવાજના કારણે બાળકના હૃદયના ધબકારાં બંધ થઈ જવાથી તેનું મૃત્યુ થઈ ગયું છે. જોકે, બાળકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં નથી આવ્યું.
બાળકની માતા, સીમાએ કહ્યું કે તેમની સમર મ્યુઝિક સિસ્ટમ પાસે જ ઊભો હતો. મધ્ય પ્રદેશ માનવ અધિકાર આયોગે પોલીસ કમિશનરને તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને ડીજે સંચાલક સામે પગલાં લેવાની માંગ કરી છે. કિસ્સાના સુબૂત માટે પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.AIIMSના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. યોગેશ નિવારિયાએ જણાવ્યું કે, અવાજ હૃદયની ધબકારા પર અસર કરી શકે છે, ખાસ કરીને જો વોલ્યુમ અચાનક વધે.
નોંધનીય છે કે આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે અને કાર્યવાહી કરવા માટે સબૂત ભેગા કરી રહી છે. બાળકના મૃત્યુ બાદ પીડિત પરિવારની હાલત ખૂબ જ ખરાબ છે. સમરની માતા સીમાએ જણાવ્યું કે જ્યારે મારા પુત્રના મોત માટે ડીજેને જવાબદાર ઠેરવવામાં આવ્યું ત્યારે સંચાલક અમારા પર જ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તમારો પુત્ર પહેલેથી જ બીમાર છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. હું બંગલામાં કામ કરીને સોમવારે રાત્રે 8:00 વાગ્યે ઘરી આવી અને તેને નાળિયેરનું પાણી આપ્યું અને પછી જ્યારે ઝાંખી ઘરની નજીક આવી ત્યારે તે તેને જોવા ગયો. ઝાંખી નીકળતી વખતે તે ડીજે પકડીને ઊભો હતો, ડાન્સ નહોતો કરી રહ્યો.
આ પણ વાંચો- ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો આ ઇતિહાસ, જાણો