અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પને મળશે આટલી સલેરી સાથે આ સુવિધા,જાણો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પ  વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંના એક એવા અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર સૌથી આગળ છે. અમેરિકન મીડિયા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી  જીતી લીધી છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હતા. આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિને વાર્ષિક કેટલો પગાર મળે છે?

  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે યોજાય છે
એક રિપોર્ટ અનુસાર, યુએસ પ્રમુખને વાર્ષિક 3.36 કરોડ રૂપિયા ($4.4 લાખ) પગાર મળે છે. પગાર ઉપરાંત, અન્ય તમામ સુવિધાઓ અને ભથ્થા તેમના માટે મફત છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં દર ચાર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે, જ્યારે આપણા દેશ ભારતમાં દર 5 વર્ષે આ ચૂંટણીઓ યોજાય છે.

પગાર અને લાભો!
અમેરિકાના રાષ્ટ્રપતિને વાર્ષિક 3.36 કરોડ રૂપિયા ($4.4 લાખ) પગાર મળે છે. આ સિવાય તેને વધારાના ખર્ચ માટે 42 લાખ રૂપિયા, મનોરંજન માટે 84 લાખ રૂપિયા અને ટેક્સ ફ્રી ખર્ચ માટે 84 લાખ રૂપિયાની અલગ રકમ આપવામાં આવે છે. આ બધા સિવાય જ્યારે કોઈ પણ નેતા રાષ્ટ્રપતિ બન્યા પછી વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પહેલીવાર 84 લાખ રૂપિયા આપવામાં આવે છે, જેથી તે વ્હાઈટ હાઉસમાં તેને જોઈતી તમામ વસ્તુઓ પૂરી પાડી શકે. પગાર અને અન્ય ભથ્થાઓ ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિને મરીન હેલિકોપ્ટર, એરફોર્સ વન એરપ્લેન અને લિમોઝીન કાર પણ મળે છે.

શ્વના સૌથી શક્તિશાળી દેશોમાંના એક એવા અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર સૌથી આગળ છે. અમેરિકન મીડિયા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી  જીતી લીધી છે.

આ પણ વાંચો –  અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા, મારી દરેક ક્ષણ અમેરિકાને સમર્પિત! જાણો હાઇલાઇટસ ભાષણની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *