નિ:શુલ્ક હાથલારીનું વિતરણ – ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ યુ.કે. અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ વધુ શિક્ષિત થાય તે માટે પ્રયત્નશીલ રહે છે આ સાથે અનેક સેવાકિય પ્રવૃતિ કરીને સમાજને મહામૂલ્ય યોગદાન પૂરુ પાડે છે સમાજના આર્થિક પછાત લોકોને પગભર કરવા તેઓ આત્મસન્માનથી જીવે તે હેતુથી ઠાસરા મુકામે નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે નોર્થ વેસ્ટ રીલીફ ટ્રસ્ટ યુ.કે.તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના સંયુક્ત ઉપક્રમે ઠાસરા ખાતે અમન સોસાયટી મદ્રેસા માં જરુરીયાત મંદો ને ધંધા રોજગાર માટે પચાસ હાથ લારીયો નું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.સમાજને પગભર કરવા અને સ્વાલંબી બનાવવા માટે નોર્થ વેસ્ટ રીલીફ ટ્રસ્ટ યુ.કે.તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજે એક મુહિમ આદરી છે. આ ટ્ર્સ્ટના સહયોગથી અનેક લાભાર્થીઓએ લાભ લીધો છે, અને આત્મનિર્ભર બન્યા છે.
આ કાર્યક્રમમમાં યુ.કે.ના યાકુબ ભાઈ જિનગા, યાકુબ ભાઈ, બાબુભાઈ,શાહ નવાજ ખાન પઠાણ એડવોકેટ,લીયાકત ખાન પુર્વ પી.આઈ.મધય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ કરીમ ભાઈ મલેક,ગુલામ ભાઈ તલાટી,અશગર ભાઈ શેખ , મુસ્તુફા મીયા મલેક, રઝાક ભાઈ જીરા વાલા,ઈસુબ ભાઈ મલેક કેસરા, ઠાસરા નગરપાલિકા ના પ્રમુખ શ્રી,તસલીમ ભાઈ એડવોકેટ, મહેમુદ ભાઈ મલેક, ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમાજના આગેવાનો અને યુવાવર્ગે ભારે મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો- ગૌતમ અદાણી સામે ધરપકડ વોરંટ અને પ્રત્યાર્પણની કોશિશ થઇ શકે છે!