સંભલમાં જામા મસ્જિદ સર્વે દરમિયાન હિંસા, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ, 3 લોકોના મોત

  સંભલમાં જામા મસ્જિદ સર્વે –  યુપીના સંભલમાં જામા મસ્જિદમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી અરાજકતામાં ત્રણ લોકોના મોત થયા છે. જિલ્લાના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. ત્રણેય મૃતકોના નામ નોમાન, બિલાલ અને નઈમ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બે મહિલાઓ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે મહિલાઓ ધાબા પરથી પથ્થરમારો કરી રહી હતી.

હંગામા દરમિયાન સ્થળ પર હાજર સબ ઈન્સ્પેક્ટર વિકાસ નિરવાલે  કહ્યું કે સવારે લગભગ 300 લોકોની ભીડ હતી. તેની પાછળ લોકો પણ હતા. આ લોકોએ પોલીસને નિશાન બનાવી હતી. સબ ઈન્સ્પેક્ટરને પણ પગમાં ઈજા થઈ હતી.શનિવારે સવારે, જ્યારે કોર્ટના આદેશ પર ટીમ સર્વે કરવા પહોંચી તો સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, ત્યારબાદ પોલીસે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આગચંપી પણ શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં એસપી સહિત અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

સંભલમાં પથ્થરમારાની ઘટના પર એસપી કૃષ્ણ કુમારે કહ્યું, ‘પથ્થરબાજી કરનારાઓએ તેમના વાહનોને આગ લગાવીને પોલીસકર્મીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોન વડે વીડિયોગ્રાફી કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની મદદથી આ તમામ લોકોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોર્ટના આદેશ પર ચાલી રહેલા સર્વે દરમિયાન સંભલમાં તંગદિલી ફેલાઈ ગયા બાદ મુરાદાબાદના ડીઆઈજી મુનિરાજની સાથે બરેલી ઝોનના એડીજી રમિત શર્માને પણ ત્યાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં પીએસીની ત્રણ કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે.શનિવારે સવારે 7.30 થી સવારે 10 વાગ્યા સુધી મસ્જિદમાં કરાયેલા સર્વે બાદ એડવોકેટ કમિશનરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર સર્વેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. આ મામલે એડવોકેટ કમિશનર 29મી નવેમ્બરે પોતાનો રિપોર્ટ આપશે.

અખિલેશ યાદવે કહ્યું, આશા ન છોડો…

સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, ‘સંભાલમાં શાંતિની અપીલની સાથે એવી પણ અપીલ છે કે કોઈએ ન્યાયની આશા ગુમાવવી જોઈએ નહીં. અન્યાયનું શાસન લાંબું ચાલતું નથી, સરકાર બદલાશે અને ન્યાયનો યુગ આવશે.

મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો દાવો

એડવોકેટ કમિશનર જે રિપોર્ટ આપશે તેમાં સર્વે દરમિયાન ત્યાં શું જોવા મળ્યું તે જણાવવામાં આવશે. આને લઈને વિવાદ છે કારણ કે હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે આ મુઘલ યુગની મસ્જિદ એક પ્રાચીન હિન્દુ મંદિરની જગ્યા પર છે. આ દાવા બાદ કોર્ટના આદેશ પર બીજી વખત વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈનના નેતૃત્વમાં ટીમ જામા મસ્જિદની અંદર સર્વે કરવા ગઈ હતી.

આ પણ વાંચો-   સંભલમાં આજે ફરી જામા મસ્જિદનો સર્વે, મસ્જિદ બહાર ભારે બબાલ, પોલીસ ટીમ પર પથ્થરમારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *