સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતની જાહેરાત

સુરતમાં રહેતા અને સારા પગાર સાથે નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક મોટી તક આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે, અને આ પ્રક્રિયા 3 ડિસેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે. અરજીઓની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 છે.

પોસ્ટ અને જગ્યાઓ: સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગમાં કુલ 32 જગ્યાઓ માટે ભરતી છે. આમાં એડીશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ફાયર ઓફિસર, અને સબ ફાયર ઓફિસર પદો શામેલ છે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ:

  • એડીશનલ ચીફ ફાયર ઓફિસર પદ માટે 14 વર્ષનો અનુભવ જરૂરી છે, જેમાંથી ઓછામાં ઓછો 3 વર્ષ ડેપ્યુટી ચીફ પદ પર અથવા 6 વર્ષ ડીવીઝનલ ઓફિસર તરીકે અનુભવ હોવો જોઈએ.
  • ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટે 3 વર્ષનો અનુભવ અને ફાયર/સેફ્ટી ક્ષેત્રમાં યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે.
  • ફાયર ઓફિસર પદ માટે 3 વર્ષનો અનુભવ અને ફાયર/સેફ્ટી સંબંધિત શૈક્ષણિક લાયકાત જરૂરી છે.
  • સબ ફાયર ઓફિસર માટે 1 વર્ષનો અનુભવ અને યોગ્ય શૈક્ષણિક લાયકાત આવશ્યક છે.

વય મર્યાદા અને પગાર

  • એડીશનલ ચીફ ફાયર ઓફિસર માટે વય મર્યાદા 45 વર્ષ છે, અને પગાર મેટ્રીક્સ ₹67,700-₹2,08,700 છે.
  • ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટે વય મર્યાદા 45 વર્ષ છે, અને પગાર મેટ્રીક્સ ₹56,100-₹1,77,500 છે.
  • ફાયર ઓફિસર માટે વય મર્યાદા 35 વર્ષ છે, અને પગાર મેટ્રીક્સ ₹39,900-₹1,26,600 છે.
  • સબ ફાયર ઓફિસર માટે વય મર્યાદા 35 વર્ષ છે, અને પગાર મેટ્રીક્સ ₹35,400-₹1,12,400 છે.

અરજી પ્રક્રિયા: અરજી કરવાની પ્રક્રિયા સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈને “આજે અરજી કરો” વિભાગમાં જેવું. અરજીઓ ઓનલાઇન ભરી શકાય છે, અને લાગતી ડોક્યૂમેન્ટ્સ સાથે ફોર્મ સબમિટ કર્યા પછી, તમારે પ્રિન્ટ અને રેફરન્સ માટે સાચવો.

અરજીની છેલ્લી તારીખ: 17 ડિસેમ્બર 2024

આ પણ વાંચો –   અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ પોસ્ટ માટે મંગાવી અરજી, નોકરી કરવાની અમૂલ્ય તક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *