મહારાષ્ટ્રની કમાન સોંપાઇ દેવેન્દ્ર ફડણવીસને, આજે સરકાર બનાવવાનો કરશે દાવો!

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ભાજપ કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ધારાસભ્યોની બેઠકમાં લાવવામાં આવશે. સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટીલ બંને દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકશે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક ચાલી રહી છે. આ પાર્ટીની બેઠક વિધાન ભવનમાં થઈ રહી છે. આ બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક થશે.

આ પછી, ભાજપ તેના સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલ પાસે તેમના સમર્થન પત્રો સાથે જશે. તેમાં મહાયુતિના નેતાઓ પણ હશે. ભાજપ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સીએમ ચહેરો પસંદ કરવા માટે, ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે નિરીક્ષક બનાવ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ રેસમાં સૌથી આગળ હતા.
બે વખત સીએમ રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસ આ પદની રેસમાં સૌથી આગળ હતા. તેઓ 2014માં પ્રથમ વખત રાજ્યના સીએમ બન્યા હતા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય થયો છે. ગઠબંધનને 230 વિધાનસભા બેઠકો મળી છે. જેમાં ભાજપને સૌથી વધુ 132 સીટો મળી છે. એકનાથ શિંદેની શિવસેનાએ 57 અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી છે.

નોંધનીય છે કે આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ભાજપ કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ધારાસભ્યોની બેઠકમાં લાવવામાં આવશે. સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટીલ બંને દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકશે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક ચાલી રહી છે. આ પાર્ટીની બેઠક વિધાન ભવનમાં થઈ રહી છે. આ બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક થશે

આ પણ વાંચો –   બેંક ખાતામાં હવે તમે 4 નોમિની ઉમેરી શકો છો, બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ 2024 લોકસભામાં પાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *