ગુજરાત એસટીમાં ભરતીની જાહેરાત- જો તમે ITI કોર્સ કર્યા છે અને નોકરીની શોધમાં છો, તો તમારા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ગુજરાત એસટી) દ્વારા એક સારા મોકા ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસટીમાં 1658 હેલ્પરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાત એસટીમાં ભરતીની જાહેરાત મહત્વપૂર્ણ વિગતો
- પોસ્ટ: હેલ્પર
- જગ્યા: 1658
- પગાર: ₹21,100 (ફિક્સ પગાર 5 વર્ષ માટે)
- એપ્લિકેશન મોડ: ઓનલાઈન
- વય મર્યાદા: 18 થી 35 વર્ષ
- અરજી કરવાની છેલ્લી તારીખ: 5 જાન્યુઆરી 2025
- અરજી માટે વેબસાઇટ: https://ojas.gujarat.gov.in/
શૈક્ષણિક લાયકાત – ઉમેદવારોએ ભારત સરકારથી માન્ય ITI સર્ટિફિકેટ (મેકેનિક મોટર વ્હીકલ, મેકેનિક ડીઝલ, સામાન્ય મેકેનિક, ફીટર, ટર્નર, ઈલેક્ટ્રીશિયન, મશીનિસ્ટ, પેઈન્ટર વગેરે) સાથે ઓછામાં ઓછું એક વર્ષનો કોર્સ પસાર કરવો જરૂરી છે.
વય મર્યાદા– આ ભરતી માટે 18 થી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે. 5 જાન્યુઆરી 1990 થી 6 જાન્યુઆરી 2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે.
પગાર ધોરણ- આ પદ માટે ઉમેદવારોને 5 વર્ષ માટે ₹21,100 માસિક ફિક્સ પગાર મળશે. આ ઉપરાંત, ભારતીય કાનૂન મુજબ કોઇ ભથ્થા અથવા લાભો આપવામાં નહીં આવે. 5 વર્ષ પછી, હેલ્પર કક્ષામાં સકારાત્મક કામગીરીના આધારે નિયમિત નિમણૂક થઈ શકે છે.
અરજી ફી
- બિન અનામત વર્ગ: ₹300 + GST
- અનામત વર્ગ: ₹200 + GST
કેવી રીતે અરજી કરવી
- સૌપ્રથમ, ગુજરાત એસટીની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
- “કરન્ટ એડવર્ટાઈઝમેન્ટ” પર ક્લિક કરો અને “જીએસઆરટીસી ભરતી” પસંદ કરો.
- “એપ્લાય નાઉ” પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં આપેલી માહિતી સાવચેત રીતે ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્ય માટે અરજીને પ્રિન્ટ આઉટ કરી રાખો.
આ પણ વાંચો –આ દુર્લભ RH નલ બલ્ડ ગ્રુપ વિશે જાણો, વિશ્વમાં માંડ 45 લોકો પાસે છે આ બ્લડ!