સંપર્ક સેતુ એપ: અમદાવાદ શહેરના શિક્ષણ ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીના નેતૃત્વમાં ‘સંપર્ક સેતુ’ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે 2,000થી વધુ સ્કૂલોના ડેટાને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવે છે. આ એપ્લિકેશનના માધ્યમથી સ્કૂલનું સરનામું, ગુગલ મેપ દ્વારા તેનું લોકેશન, આચાર્યનું નામ, ટ્રસ્ટીનો સંપર્ક નંબર અને સ્કૂલનો ઈમેઇલ આઈડી સહેલાઈથી મેળવી શકાશે.
સંપર્ક સેતુ એપ – આ એપ્લિકેશન માત્ર વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ જગત માટે બહુ ઉપયોગી સાબિત થશે. આના દ્વારા બોર્ડની પરીક્ષાઓ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ મળશે. જેમકે અમદાવાદમાં શાળાઓના ડેટાની સાથે વિદ્યાર્થીઓએ જે-તે પરીક્ષા કેન્દ્ર શોધવું હોય ત્યારે પણ આ એપ્લિકેશન ઉપકારક રહેશે.
પ્રશ્ન બેંકનું લોન્ચિંગ પણ સાથે
આગામી 2025ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી, જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પ્રશ્ન બેંક પણ રજૂ કરી છે. આ બેંકમાં ધોરણ 10 અને ધોરણ 12 (વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ) માટે અલગ-અલગ પ્રશ્નપત્રો બનાવવામાં આવ્યા છે. પ્રોફેશનલ શિક્ષકો અને નિષ્ણાતોની મદદથી તૈયાર કરાયેલ આ પ્રશ્નપત્રો દ્વારા વિદ્યાર્થીઓને મક્કમ તૈયારી માટે એક મજબૂત સાધન ઉપલબ્ધ થયું છે.
આ એપ્લિકેશન અને પ્રશ્ન બેંક સાથે વિદ્યાર્થીઓને ન માત્ર શાળાની વિગત, પણ પરીક્ષાની તૈયારીમાં પણ બહોળું માર્ગદર્શન મળશે. શિક્ષણક્ષેત્રમાં આ પહેલથી શિક્ષણનું ડિજિટલાઈઝેશન વધુ મજબૂત થશે.
નોંધનીય છે કે અમદાવાદ શહેરના શિક્ષણ ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીના નેતૃત્વમાં ‘સંપર્ક સેતુ’ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે 2,000થી વધુ સ્કૂલોના ડેટાને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવે છે. આ એપ્લિકેશનના માધ્યમથી સ્કૂલનું સરનામું, ગુગલ મેપ દ્વારા તેનું લોકેશન, આચાર્યનું નામ, ટ્રસ્ટીનો સંપર્ક નંબર અને સ્કૂલનો ઈમેઇલ આઈડી સહેલાઈથી મેળવી શકાશે,આગામી 2025ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી, જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પ્રશ્ન બેંક પણ રજૂ કરી છે. આ બેંકમાં ધોરણ 10 અને ધોરણ 12 (વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ) માટે અલગ-અલગ પ્રશ્નપત્રો બનાવવામાં આવ્યા છે. પ્રોફેશનલ શિક્ષકો અને નિષ્ણાતોની મદદથી તૈયાર કરાયેલ આ પ્રશ્નપત્રો દ્વારા વિદ્યાર્થીઓને મક્કમ તૈયારી માટે એક મજબૂત સાધન ઉપલબ્ધ થયું છે.
આ પણ વાંચો – સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જિલ્લા પંચાયતના પ્રમુખોને રુબરુમાં મળશે