Is Jaggery Good For Diabetes : ડાયાબિટીસના દર્દી ગોળ ખાઈ શકે છે કે નહીં? જાણો

Is Jaggery Good For Diabetes

Is Jaggery Good For Diabetes : ભારતમાં ગોળ એક પરંપરાગત મીઠાઈ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. તે તાજા શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે અને મીઠો સ્વાદ ધરાવવાની સાથે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા ખનિજો મળે છે, જે શરીર માટે લાભદાયી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળનું સેવન જોખમકારક બની શકે છે.

ગોળ અને ખાંડ વચ્ચેનો તફાવત –  Is Jaggery Good For Diabetes
ગોળને ઘણીવાર ખાંડના આરોગ્યદાયક વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવે છે. ગોળમાં ખાંડ કરતાં કાર્બોહાઈડ્રેટની માત્રા 2% ઓછી હોય છે, પરંતુ આનો અર્થ એ નથી કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત છે. હકીકતમાં, ગોળમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ ઝડપથી શરીરમાં શોષાય છે, જેના કારણે રક્તમાં શુગરનું સ્તર ઝડપથી વધે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમભર્યું
ગોળનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગોળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ખાંડ જેટલો જ હોય છે, જેનો અર્થ છે કે તે રક્તમાં શુગરની માત્રા ઝડપથી વધારી શકે છે. આથી, ડાયાબિટીસના દર્દીઓ માટે શુગરનું સ્તર નિયંત્રિત કરવું મુશ્કેલ બની શકે છે અને હાઇપરગ્લાયસેમિયા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

મર્યાદિત માત્રામાં સેવન કરવું જરૂરી
ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન અતિશય મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. જો કે, સામાન્ય વ્યક્તિ માટે ગોળ ખાંડની સરખામણીએ વધુ આરોગ્યપ્રદ વિકલ્પ સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં રિફાઈન્ડ સુગર કરતા વધુ વિટામિન્સ અને ખનિજો છે. પણ ડાયાબિટીસના દર્દીઓ માટે તે નુકસાનદાયક બની શકે છે.

ભારતમાં ગોળ એક પરંપરાગત મીઠાઈ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. તે તાજા શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે અને મીઠો સ્વાદ ધરાવવાની સાથે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા ખનિજો મળે છે, જે શરીર માટે લાભદાયી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળનું સેવન જોખમકારક બની શકે છે.

નોટ: ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ખાતા પહેલા તબીબની સલાહ લેવી અનિવાર્ય છે.

 

આ પણ વાંચો –   Ekadashi Vrat Katha : મોક્ષદા એકાદશીમાં વિષ્ણુ પૂજાથી પ્રાપ્ત થાય છે મોક્ષ, જાણો વ્રત અને પારણ સમય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *