Allu Arjun on 14-day remand : ‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુનને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમની ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં એક મહિલાના મોતના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી બાદ અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અભિનેતા માટે આ એક મોટો આઘાત છે. તેના ચાહકો પણ આનાથી ચોંકી ગયા છે.
Allu Arjun on 14-day remand – આ પહેલા શુક્રવારે 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનને ચિક્કડપલ્લી પોલીસે તેના ઘરેથી અટકાયતમાં લીધો હતો. અલ્લુ અર્જુન વિરુદ્ધ BNSની કલમ 105 અને 118 (1) હેઠળ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાંથી તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, અને પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી.
અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. હવે તેને ચંચલગુડા જેલમાં મોકલવામાં આવશે.થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે એક્ટરના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે ‘પુષ્પા 2’ના પ્રમોશન દરમિયાન પોલીસને અલ્લુ અર્જુનના આગમન અંગે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.
અલ્લુ અર્જુનની ધરપકડ પર રિએક્શન આપતા, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, ‘આ કેસમાં સરકારની કોઈ ભૂમિકા નથી, કાયદો કાયદાનું કામ કરે છે’
સૂત્રોના મતે, અલ્લુ અર્જુને ધરપકડ અંગે નારાજગી વ્યક્ત કરી છે. અલ્લુએ કહ્યું હતું કે પોલીસે નાસ્તો પણ કરવા દીધો નહીં અને બેડરૂમમાંથી ધરપકડ કરી. ત્યાં સુધી કે પોલીસે કપડાં બદલવાની તક આપી નહીં. હૈદરાબાદ નાસભાગના સાક્ષીની સામે પોલીસે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અલ્લુ અર્જુનનું નિવેદન નોંધ્યું. સેન્ટ્રલ ઝોનના DCPએ અલ્લુનું નિવેદન નોંધ્યું.
અલ્લુ અર્જુનની ધરપકડ પર BRS (ભારત રાષ્ટ્ર સમિતિ)ના પ્રમુખ અને નેતા કેટીઆરે કહ્યું હતું કે નાસભાગના પીડિતો સાથે તેમની સંવેદના છે, પરંતુ ભૂલ કોની હતી? અલ્લુ અર્જુનની સાથે સામાન્ય ગુનેગાર જેવું વર્તન કરવું યોગ્ય નથી. સીધી રીતે તે આમાં ક્યાંય જવાબદાર નથી. હું સરકારની ટીકા કરું છું.
આ પણ વાંચો – કપૂર પરિવારે વડાપ્રધાન મોદીની કરી ખાસ મુલાકાત, જેહ-તૈમૂરને PM તરફથી મળી ખાસ ભેટ