વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનના મૃત્યુના અપ્રમાણિત સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ રાજકારણીઓથી લઈને સંગીત જગતના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું છે. પરંતુ પરિવારના સૂત્રોએ હજુ સુધી તેમના મૃત્યુની પુષ્ટિ કરી નથી. દરમિયાન, ઝાકિર હુસૈનનો ભત્રીજો હોવાનો દાવો કરનાર અમીર ઔલિયાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેના મામા હજી જીવિત છે અને મીડિયાને ખોટા અહેવાલો ન આપવા અપીલ કરે છે. તમને જણાવી દઈએ કે, ઝાકિર હુસૈનને હૃદયની તકલીફ બાદ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.
My uncle Zakir Hussain is very much alive and we would ask the news media not to post mis-information. We ask for prayers and we ask for everyone’s well wishes.
— Ameer Aulia (@AmeerAulia) December 15, 2024
તબલાવાદક ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો અને તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઝાકિર હુસૈનને ત્રણ ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું.
આ પણ વાંચો – કેનેડામાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ આ રીતે શોધે રેન્ટલ ઘર! જાણો