વિરાટ કોહલી ટૂંક સમયમાં ભારત છોડી લંડનમાં સ્થાયી થશે! કોચે કર્યો દાવો

Virat Kohli will settle in London

Virat Kohli will settle in London –  અત્યાર સુધી વિરાટ કોહલી દરેક મોટી ટૂર્નામેન્ટ અને સિરીઝ બાદ લંડનમાં સમય પસાર કરવા જતો હતો. પરંતુ, હવે તે તેના પરિવાર સાથે ભારત છોડીને ત્યાં સ્થાયી થશે. આ બહુ જલ્દી થવાનું છે, જેના વિશે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ પુષ્ટિ આપી છે. હાલમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર સિરીઝ રમી રહ્યો છે, જ્યાં તેની પત્ની અનુષ્કા પણ તેની સાથે છે. કોચ રાજકુમાર શર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે વિરાટ તેની પત્ની અનુષ્કા અને બંને બાળકો સાથે લંડનમાં સ્થાયી થશે.

ભારત છોડી દેશે, વિરાટ લંડનમાં સ્થાયી થશે- રાજકુમાર શર્મા
Virat Kohli will settle in London- કોચ રાજકુમાર શર્માને આપેલા ઈન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું વિરાટ કોહલી હંમેશા માટે ભારત છોડીને લંડનમાં સ્થાયી થવાનું વિચારી રહ્યો છે? આના જવાબમાં કોહલીના બાળપણના કોચે કહ્યું કે હા, વિરાટ આવું પ્લાનિંગ કરી રહ્યો છે અને તે બહુ જલ્દી બનતો જોવા મળશે.

કોહલીની નિવૃત્તિ પર રાજકુમાર શર્માએ શું કહ્યું?
રાજકુમાર શર્માને વિરાટ કોહલીની નિવૃત્તિ વિશે પણ પૂછવામાં આવ્યું હતું? તેને પૂછવામાં આવ્યું કે શું વિરાટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પછી નિવૃત્તિનો નિર્ણય લેશે? તેના પર રાજકુમાર શર્માએ કહ્યું કે ના, આવું બિલકુલ નહીં થાય. વિરાટ હજુ પણ ઘણો ફિટ છે. તે હજુ એટલો પણ વૃદ્ધ નથી થયો. તે હજુ 5 વર્ષ સુધી ક્રિકેટ રમી શકશે. તેણે કહ્યું કે હું વિરાટને ત્યારથી ઓળખું છું જ્યારે તે 10 વર્ષનો પણ નહોતો. તેમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
વિરાટ કોહલી હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમી રહ્યો છે. સિરીઝની પ્રથમ 3 ટેસ્ટમાં મોટી ઇનિંગ તરીકે તેના બેટમાંથી માત્ર 1 સદી આવી છે. તેણે પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ એક સદી સાથે તેણે 3 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 126 રન બનાવ્યા છે.

આ પણ વાંચો –   ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ દુર્ઘટના મામલે નેવીએ આપ્યું નિવેદન, આ કારણથી દુર્ઘટના સર્જાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *