Kharmas Amavasya: સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ અને પોષ અમાસ પર દાન કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે. તમે 30 ડિસેમ્બરે આ વસ્તુઓનું દાન કરી શકો છો.
ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે, પોષ મહિનામાં એટલે કે હિંદુ પંચાંગના ખરમાસમાં શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ વગેરે જેવા શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે પરંતુ પોષ માસની અમાસનું ઘણું મહત્વ હોવાનું કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પોષ મહિનામાં સૂર્ય ભગવાનનો પ્રકાશ ઓછો થવાથી શુભ કાર્ય બંધ થઈ જાય છે. સામાન્ય ભાષામાં, જ્યારે સૂર્ય નબળો હોય છે, ત્યારે શુભ કાર્ય પ્રતિબંધિત છે અને તે કરવાથી દોષ થાય છે. કુંડળીમાં સૂર્યદેવને બળવાન બનાવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો અનેક ગણું પરિણામ મળે છે.
અમાસનું છે વિશેષ મહત્વ
હિંદુ ધર્મમાં પોષ માસની અમાસનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં સૂર્યને બળવાન કરવાના ઘણા ઉપાય છે. અમાસ પર, પૂર્વજો માટે ધાર્મિક વિધિઓ કરવા અને સૂર્યના બીજ મંત્ર, વૈદિક મંત્રોના જાપ તેમજ ગરીબ અને જરૂરિયાતમંદોને દાન આપવાનું મહત્વ છે.
આ ઉપાય કરવાથી મળશે શુભ ફળ
અમાસ પર સૂર્ય ભગવાનનો બીજ મંત્ર ॐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમઃ છે. અને વૈદિક મંત્ર ॐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્મૃતં મર્ત્યંચ. હિરણ્યેન સવિતા રથેન દેવો યાતિ ભુવનાનિ પશ્યન। સૂર્ય ભગવાન ગાયત્રી મંત્ર ॐ આદિત્ય વિદ્મહે દિવાકારાય ધીમહિ તન્નઃ સૂર્યઃ પ્રચોદયાત. જાપ કરવાથી અનેકગણું ફળ મળે છે. પોષ મહિનાની અમાવાસનો દિવસ 30 ડિસેમ્બરે હશે.
આ વસ્તુઓનું કરો દાન
આ દિવસે સૂર્યદેવના દર્શન માટે લાલ રંગની વસ્તુઓ, લાલ રંગના વસ્ત્રો, લાલ રંગની મીઠાઈઓ, લાલ રંગના ફળ વગેરેનું દાન ગરીબો અને જરૂરિયાતમંદોને કરવાથી તમને અમાવસનો અનેકગણો લાભ મળશે. પોષ અમાસ પર સૂર્ય ભગવાનના મંત્રોના જાપ અને દાન કરવાથી સૂર્ય ભગવાન કુંડળીમાં બળવાન બને છે અને શુભ ફળ પ્રદાન કરે છે જેના કારણે જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે.