Avocado Benefits: દિવસમાં એકવાર આ ફળ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે, ખાવાથી અનેક બીમારીઓથી બચી શકશો

Avocado benefits

Avocado Benefits: એવોકાડો મોંઘું ફળ છે પરંતુ તેમ છતાં હાલ તે ટ્રેંડમાં છે. ઘણા લોકો પોતાની ડાયટમાં એવોકાડોને સામેલ કરવા લાગ્યા છે તેનું કારણ છે એવોકાડોના ગુણ જે શરીરની ઓવરઓલ હેલ્થ સુધારે છે. આજે તમને પણ જણાવીએ એવોકાડો ખાવાથી થતા લાભ વિશે. જે એક રિચર્સમાં સાચા સાબિત થયા છે.

એ વાત તો સૌ કોઈ જાણે છે કે જો શરીરની નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે તો તેનાથી તબિયત બગડવા લાગે છે. જો ધમનીઓમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો જીવલેણ બીમારીઓને આમંત્રણ મળે છે. આ સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ફેલિયર, કોર્નરી આર્ટરી ડીસીઝ અને હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. તેથી જ જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો લોકો સલાહ આપતા હોય છે કે એવી વસ્તુઓનું સેવન કરવું જેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે. આવી વસ્તુમાંથી એક ખાસ ફળ પણ છે. આ ફળ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરી શકાય છે. આ વાત એક રિચર્સમાં સાબિત પણ થઈ છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે રક્તમાં જે બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તેને ઓછું કરવું હોય તો અવોકાડો ખાવું જોઈએ. દિવસ દરમિયાન એક એવોકાડો પણ ખાઈ લેવામાં આવે તો બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. એવોકાડો સામાન્ય ફળ કરતાં મોંઘુ ફળ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ફળનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. મોંઘુ હોવા છતાં ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે કારણકે તેનાથી હૃદય, આંખ અને ઓવરઓલ હેલ્થને ફાયદો થાય છે. એવોકાડો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે.

એવોકાડોના પોષક તત્વો 

એક મીડીયમ સાઈઝના એવોકાડોમાં 240 કેલરી, 13 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 3 ગ્રામ પ્રોટીન, 22 ગ્રામ ફેટ, 10 ગ્રામ ફાઇબર અને 11 ગ્રામ સોડિયમ હોય છે આ બધા જ પોષક તત્વો બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

રોજ એવોકાડો ખાવાથી થતા ફાયદા

એવોકાડો સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તેને જાણવા માટે એક રિસર્ચ કરવામાં આવી હતી. જેમાં છ મહિના સુધી કેટલાક લોકો પર રિસર્ચ થઈ. આ લોકો રોજ એક એવોકાડોનું સેવન કરતા હતા. છ મહિના પછી જાણવા મળ્યું કે આ લોકોની પેટ અને કમરની ચરબી ઓછી થઈ તેમ જ બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટી ગયું. એવોકાડો ખાઈને લોકો વજન મેન્ટેન કરવામાં પણ સફળ રહ્યા. ટૂંકમાં રોજ એક એવોકાડો ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *