Oscar 2025: ભલે કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ ઓસ્કારમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ ગુનીત મોંગા દ્વારા નિર્મિત ‘અનુજા’એ ભારત માટે આશાના નવા દ્વાર ખોલી નાખ્યા છે. ‘અનુજા’ને ઓસ્કાર 2025 માટે લાઇવ-એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
Oscar 2025 – ઓસ્કારની 10 મુખ્ય કેટેગરીઓ
97મા ઓસ્કાર સમારોહ માટે મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ એકેડમીએ 10 કેટેગરીની શોર્ટલિસ્ટ જાહેર કરી છે. તેમાં એનિવેટેડ શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફીચર, ડોક્યુમેન્ટરી શોર્ટ, ઇન્ટરનેશનલ ફીચર, લાઇવ એક્શન શોર્ટ, મેકઅપ અને હેરસ્ટાઈલ, ઓરિજિનલ સ્કોર, ઓરિજિનલ સોંગ, સાઉન્ડ અને વિઝ્યુઅલ એફેક્ટનો સમાવેશ થાય છે.‘અનુજા’ની સૌથી વધુ ચર્ચા લાઇવ-એક્શન શોર્ટ કેટેગરીમાં થઈ રહી છે. આ ફિલ્મે ગુનીત મોંગાના નિર્માણમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી છે.
અનુજા’ની હૃદયસ્પર્શી વાર્તા
‘અનુજા’ 9 વર્ષની એક બાળકીની વાર્તા છે, જે ફેક્ટરીમાં કામ કરવા અને અભ્યાસ કરવા વચ્ચે મજબૂર છે. નવી દિલ્હીની કપડાની ફેક્ટરીમાં કામ કરતી આ બાળકીની કહાની તેનાં સપનાની શોધ અને સ્વતંત્રતાની લડત બતાવે છે. આ ફિલ્મનું નિર્દેશન એડમ જે. ગ્રેવ્સે કર્યું છે, અને ગુનીત મોંગાએ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે સેવા આપી છે.
ફિલ્મની કાસ્ટ અને નિર્માણ
ફિલ્મમાં નાગેશ ભોસલે, સજદા પઠાણ, ગુલશન વાલિયા, અને અનન્યા શાનભાગ મુખ્ય ભૂમિકામાં છે. હોલીવુડ સ્ટાર અને લેખિકા મિન્ડી કલિંગ ફિલ્મના સહ-નિર્માતા છે. ‘અનુજા’ જૂન 2024માં યુનાઇટેડ સ્ટેટ્સમાં રિલીઝ થઈ હતી અને ગ્રેવ્સ ફિલ્મ્સ, કૃષ્ણા નાઈક ફિલ્મ્સ અને શાઈન ગ્લોબલના બેનર હેઠળ નિર્મિત છે.
ઓસ્કાર નામાંકન
ઓસ્કારની 23 કેટેગરી માટે વોટિંગ 8 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે. 17 જાન્યુઆરી 2025ના રોજ અંતિમ નામાંકનો જાહેર કરવામાં આવશે, અને ‘અનુજા’ ભારત માટે ગૌરવ લાવશે તેવો વિશેષ ભરોસો છે.
નોંધનીય છે કે 97મા ઓસ્કાર સમારોહ માટે મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ એકેડમીએ 10 કેટેગરીની શોર્ટલિસ્ટ જાહેર કરી છે. તેમાં એનિવેટેડ શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફીચર, ડોક્યુમેન્ટરી શોર્ટ, ઇન્ટરનેશનલ ફીચર, લાઇવ એક્શન શોર્ટ, મેકઅપ અને હેરસ્ટાઈલ, ઓરિજિનલ સ્કોર, ઓરિજિનલ સોંગ, સાઉન્ડ અને વિઝ્યુઅલ એફેક્ટનો સમાવેશ થાય છે.‘અનુજા’ની સૌથી વધુ ચર્ચા લાઇવ-એક્શન શોર્ટ કેટેગરીમાં થઈ રહી છે. આ ફિલ્મે ગુનીત મોંગાના નિર્માણમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી છે.
આ પણ વાંચો- Stand-Up India Scheme: મહિલા અને SC/ST સાહસિકોના સપનાને ઉડાન આપવા માટેની લોન સહાય યોજના