મંદિરની દાન પેટીમાં શ્રદ્વાળુનો IPHONE ભૂલથી પડી ગયો, પરત માંગતા ટ્રસ્ટે આપવાનો કર્યો ઇનકાર

devotee's iPhone fell into the donation box

devotee’s iPhone fell into the donation box -ચેન્નાઈમાં એક ભક્તનો આઈફોન ભૂલથી મંદિરની દાનપેટીમાં પડી ગયો. આ પછી, જ્યારે ભક્તે આઇફોન પરત કરવાની વિનંતી કરી, તો તમિલનાડુ હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ વિભાગે ના પાડી દીધી. વિભાગે ભક્તની માંગને ફગાવી દીધી હતી કે તે હવે મંદિરની સંપત્તિ બની ગઈ છે. પોતાની ભૂલ સમજ્યા પછી, દિનેશ નામના ભક્તે તિરુપુરુર સ્થિત શ્રી કંડાસ્વામી મંદિરના અધિકારીઓનો સંપર્ક કર્યો. તેણે વિનંતી કરી હતી કે તેનો ફોન, જે તેણે દાન કરતી વખતે અજાણતા દાન પેટીમાં મૂકી દીધો હતો, તે પરત કરવામાં આવે. ઘટના બાદ શુક્રવારે દાનપેટી ખોલ્યા બાદ મંદિર પ્રશાસને દિનેશનો સંપર્ક કર્યો હતો. મંદિર પ્રશાસને કહ્યું કે ફોન મળી ગયો છે અને ફોનનો ડેટા જ તેમને આપી શકાય છે. જો કે, દિનેશે ડેટા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેનો ફોન તેને પાછો આપવા કહ્યું હતું.

devotee’s iPhone fell into the donation box- આ પછી, શનિવારે આ મુદ્દે હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ પ્રધાન પી.કે. શેખર બાબુના ધ્યાન પર લાવ્યા. આ ઘટના પર, તેમણે કહ્યું, “દાન પેટીમાં જે પણ જમા થાય છે, ભલે તે સ્વેચ્છાએ ન આપવામાં આવે, તે ભગવાનના ખાતામાં જાય છે.” તેમણે કહ્યું, “મંદિરોના રિવાજો અને પરંપરાઓ અનુસાર, દાન પેટીમાં જે પણ પ્રસાદ આપવામાં આવે છે તે સીધા તે મંદિરના દેવતાના ખાતામાં જાય છે. નિયમો અનુસાર, ભક્તોને પ્રસાદ પરત કરવાની મંજૂરી નથી. જો કે, તેમણે કહ્યું કે તેઓ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરશે કે શું ભક્તને વળતર આપવાની કોઈ શક્યતા છે. તેમણે કહ્યું કે તેઓ વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેશે.

હકીકતમાં, રાજ્યમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મે 2023 માં, કેરળના અલપ્પુઝાના ભક્ત એસ. સંગીતાની સોનાની ચેન અજાણતામાં પલાનીના પ્રસિદ્ધ શ્રી ધનદયુથાપાની સ્વામી મંદિરના દાન પેટીમાં પડી ગઈ હતી. જ્યારે સંગીતા તેના ગળામાંથી તુલસીની માળા અર્પણ કરવા માટે કાઢી રહી હતી ત્યારે સોનાની ચેઈન દાનપેટીમાં પડી ગઈ હતી. જો કે, તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને અને ચેઈન અકસ્માતે પડી ગઈ હોવાની સીસીટીવી ફૂટેજ પરથી પુષ્ટિ થતાં મંદિરના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષે પોતાના અંગત ખર્ચે તે જ કિંમતની નવી સોનાની ચેઈન ખરીદીને ભક્તને આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે હુંડી સ્થાપના, સુરક્ષા અને એકાઉન્ટ્સ નિયમો, 1975 મુજબ, હુંડીમાં કરવામાં આવેલ કોઈપણ પ્રસાદ કોઈપણ સમયે માલિકને પરત કરી શકાતો નથી કારણ કે તે મંદિરની મિલકત બની જાય છે.

આ પણ વાંચો –    સિંગર અભિજીતે મહાત્મા ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બતાવ્યા! જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *