Train will start between Ahmedabad and Ambaji -શક્તિપીઠ અંબાજી જવા માંગતા હજારો પ્રવાસીઓ માટે એક નવી સુવિધા ઉપલબ્ધ થવા જઇ રહી છે. હાલમાં અમદાવાદથી અંબાજી જવા માટે માત્ર રસ્તો (રોડ) જ ઉપલબ્ધ છે, પરંતુ હવે આ પવિત્ર સ્થળ પર રેલવે નેટવર્કથી પણ પહોચી શકાશેઆ સમય દરમિયાન, હવે અમદાવાદથી 183 કિલોમીટર દૂર આવેલ અંબાજી સુધી ટ્રેન દ્વારા સરળતાથી પહોચી શકાશે. અમદાવાદ-અંબાજી રેલવે કનેક્શન અને અંબાજી સ્ટેશનની તૈયારીઓ જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે.
Train will start between Ahmedabad and Ambaji- આ પાઇપલાઇનમાં, 2027 સુધીમાં આ ટ્રેન સેવાની શરૂઆત કરવાની યોજના છે. હાલ, આ પ્રોજેક્ટની 20 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, અને બાકીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા, યાત્રીઓ માટે અભિગમ સસ્તો અને સુવિધાજનક બનશે, જે અંબાજી જવા માટે એક નવી અને સસ્તી વિકલ્પ ઉપલબ્ધ કરાવશે.
અંબાજી સુધી નવી રેલવે લાઈન બનાવવાની કામગીરી હવે શરૂ થઈ ગઈ છે. આ લાઈન આબુ રોડ સુધી વિસ્તરશે, જેના દ્વારા શ્રદ્ધાળુઓ અને યાત્રીઓ માટે સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ થશે.આ નવી રેલવે લાઈન 6 નદી અને 60 ગામો વચ્ચેથી પસાર થશે, આ રેલવે પ્રોજેક્ટને ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટ ગુજરાતના 3 જિલ્લાઓના 104 ગામોને સીધો લાભ મળશે
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી, શ્રદ્ધાળુઓને અમદાવાદ, દિલ્હી અને અન્ય શહેરોમાંથી સીધી ટ્રેન સેવા મળશે, જે તેમને અંબાજી સુધી પહોંચવામાં મદદરૂપ થશે. આ રેલવે લાઈન માત્ર મુસાફરી માટે એક સુવિધા નથી, પરંતુ તે આ વિસ્તારમાંની આર્થિક અને સામાજિક સ્થિતિમાં પણ સુધારો લાવશે.આ નવો રેલવે માર્ગ એ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જેથી યાત્રીઓ અને સ્થાનિક લોકો માટે મુસાફરીની સરળતા વધશે અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવા ઉચ્ચાઈઓ પર પહોંચાડવામાં મદદ મળશે.
નોંધનીય છે કે શક્તિપીઠ અંબાજી જવા માંગતા હજારો પ્રવાસીઓ માટે એક નવી સુવિધા ઉપલબ્ધ થવા જઇ રહી છે. હાલમાં અમદાવાદથી અંબાજી જવા માટે માત્ર રસ્તો (રોડ) જ ઉપલબ્ધ છે, પરંતુ હવે આ પવિત્ર સ્થળ પર રેલવે નેટવર્કથી પણ પહોચી શકાશેઆ સમય દરમિયાન, હવે અમદાવાદથી 183 કિલોમીટર દૂર આવેલ અંબાજી સુધી ટ્રેન દ્વારા સરળતાથી પહોચી શકાશે. અમદાવાદ-અંબાજી રેલવે કનેક્શન અને અંબાજી સ્ટેશનની તૈયારીઓ જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે
આ પણ વાંચો – Wolf population in Gujarat- ગુજરાતમાં જાણો વરૂઓની કેટલી છે વસ્તી, ભાવનગરમાં સૌથી વધારે!