Sambhal: સંભલની શાહી જામા મસ્જિદ પર કરાયેલા દાવા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી દીધી છે. આ સાથે હિન્દુ પક્ષકારોને પણ નોટિસ પાઠવવામાં આવી છે.આ કેસમાં તમામ પક્ષકારોએ એક મહિનાની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. આગામી સુનાવણી 5 માર્ચે થવાની છે, તે દરમિયાન નીચલી કોર્ટમાં આ કેસ અંગે કોઈ સુનાવણી થશે નહીં. હકીકતમાં, હિન્દુ પક્ષના દાવા સામે શાહી જામા મસ્જિદની વ્યવસ્થા સમિતિ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
Sambhal: મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ શકીલ અહેમદ વારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે તમામ નીચલી અદાલતોને આદેશ આપ્યો છે કે તેઓ આગામી આદેશો સુધી કોઈપણ પૂજા સ્થળના સર્વેક્ષણની માંગ કરતા નવા કેસોને ધ્યાનમાં ન લે. આદેશની નકલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેણે સુનાવણીની આગામી તારીખ 5 માર્ચ નક્કી કરી છે.
જ્યારે હિન્દુ પક્ષના દાવા વિશે જાણ કરવામાં આવી હતી કે મસ્જિદ પ્રાચીન હરિહર મંદિર પર બાંધવામાં આવી હતી, ત્યારે વારીએ કહ્યું હતું કે આ બાબતનો નિર્ણય કોર્ટને કરવાનો છે. તેમણે કહ્યું, “અમે કોર્ટમાં સાબિત કરીશું કે તે હરિહર મંદિર નહીં, પરંતુ જામા મસ્જિદ હતી. અમારી પાસે તમામ પુરાવા છે.
સરળ ભાષામાં સમજીએ તો આ પિટિશનના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. આ મામલામાં આજે સુનાવણી હતી, જેમાં કોર્ટે તમામ પક્ષકારોને ચાર સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. કોર્ટના આ આદેશ બાદ મુસ્લિમ પક્ષને તાત્કાલિક રાહત મળી છે. આ કેસની સુનાવણી આજે હાઈકોર્ટમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો – Influencer Death News: પ્રસિદ્ધ ઇન્ફ્લુએન્સરનું હોટલમાં જમતી વખતે મોત, પરિવારમાં શોકનો માહોલ