અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન (અમવા) દ્વારા શિષ્યવૃત્તિ વિતરણનું સમાપન કાર્યક્રમ આજ રોજ શનિવારે બપોરે 3 કલાકે જુહાપુરામાં યોજાઇ ગયો. ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખ સન્માનમાં અમવા સંસ્થાએ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ધોરણ 1થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, આ શિષ્યવત્તિ ત્રણ ભાગમાં વહેચવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ 3 દિવસ ચાલ્યો હતો જેમાં વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપાવમાં આવી હતી.અમવા સંસ્થા સમાજ શિક્ષિત થાય અને ડ્રોપ રેસિયો ઘટે તે માટે સતત કામ કરી રહી છે.
નોંધનીય છે કે ધોરણ 1થી કોલેજન વિધાર્થીઓને કુલ જુદી જુદી કેટેગરી પ્રમાણે એટેલે કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સહિત કોલેજના વિધાર્થીઓને કુલ 3, 03, 500 (ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો) રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ શિષ્યવૃત્તિ વિતરણ સમાપન કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને નિવૃત્ત એડિશનલ રજિસ્ટાર્ડ જી.કે ફકિર, અને મુખ્ય અતિથિ એડવોકેટ સલીમભાઇ પટેલ અને ઇમ્તિયાઝ દેસાઇ ઉપસ્થિત હતા.કાર્યક્રમના પ્રમુખ જી.કે, ફકિરે અમવા સંસ્થાની શૈક્ષણિક કામગીરીને વખાણી હતી, તેમણે વિધાર્થીઓને સંબોધતા વધુમાં કહ્યું કે વિધાર્થીઓએ અથાગ મહેનત કરીને કેરિયર બનાવવું જોઇએ.
અમવા સંસ્થાના પ્રમુખ પ્રો. મહેરૂન્નીશા દેસાઇએ જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનમાં મહામૂલ્ય છે, સમાજ શિક્ષિત હશે તો આવનારી પેઢીનું ભાવિ વધુ ઉજવળ હશે, શિક્ષણ એ એક શક્તિ છે જે સમાજને બદલી શકે છે.
નોંધનીય છે કે આ શિષ્યવૃત્તિ કાર્યક્રમમાં ભારે સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીગણ સાથે અનેક આમંત્રિત લોકો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અમવા સંસ્થાના સ્ટાફગણે ભારે જેહમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.