Delhi Assembly Elections 2025 : ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા સામે નોંધાઇ FIR, ચૂંટણી અધિકારીના આદેશ પર કાર્યવાહી

Delhi Assembly Elections 2025 -દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર પરવેશ સાહિબ સિંહ વર્મા જૂતા વિવાદમાં ફસાયા છે. ચૂંટણી અધિકારીએ પોલીસને તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો, તેમને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને મતદારોને જૂતાનું વિતરણ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. જેના સંદર્ભમાં પ્રવેશ વર્મા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કિસ્સાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

ફરિયાદના આધારે FIRનો આદેશ

Delhi Assembly Elections 2025- ચૂંટણી અધિકારીએ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના SHOને લખેલા પત્રમાં ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી એડવોકેટ ડૉ. રજનીશ ભાસ્કરે આરોપ લગાવ્યો હતો કે પ્રવેશ વર્માએ વાલ્મિકી મંદિરના પરિસરમાં મહિલાઓને ચંપલ વહેંચ્યા હતા અને તેમને પહેરાવ્યા હતા. ફરિયાદમાં પુરાવા તરીકે બે વીડિયો રજૂ કરવામાં આવ્યા છે, જે ઘટનાને કથિત રીતે સમર્થન આપે છે. તેમના પત્રમાં, ચૂંટણી અધિકારીએ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 (1) (A) નો ઉલ્લેખ કર્યો છે, જે ચૂંટણીલક્ષી લાભ માટે ભેટો વહેંચવાને ભ્રષ્ટ વ્યવહાર માને છે.

આમ આદમી પાર્ટી કડક કાર્યવાહીની માંગ કરી

આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ ભાજપ પર નિશાન સાધ્યું છે. AAPનું કહેવું છે કે આ માત્ર ચંપલ વહેંચવા પૂરતું મર્યાદિત નથી. આ પહેલા પણ પ્રવેશ વર્મા પર પૈસા, ચશ્મા અને અન્ય ભેટ વહેંચવાનો આરોપ લાગ્યો છે. પાર્ટીએ આ મામલે ચૂંટણી પંચ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

પ્રવેશ વર્માનું નિવેદન અને નોમિનેશન પ્રક્રિયા

આ વિવાદ હોવા છતાં, નવી દિલ્હી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમના નામાંકન પહેલા ચાંદની ચોકમાં ગૌરી શંકર મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ પછી તેમણે વિન્ડસર પ્લેસ પાસેના તેમના નિવાસસ્થાનથી જામનગર હાઉસ સુધી પદયાત્રા કાઢીને ઉમેદવારી નોંધાવી હતી. વર્માએ આ સમગ્ર મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *