મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ

પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે.  ગુજરાતના શ્રદ્ધાળુઓને  સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ગુજરાતથી પ્રયાગરાજ માટે AC વોલ્વો બસ સેવાની શરૂઆત કરી છે.આ સેવા માટે 25 જાન્યુઆરીથી બુકિંગ શરૂ થશે અને 27 જાન્યુઆરીથી સેવા શરૂ થશે.

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાત સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રતિ વ્યક્તિ માટે રૂ. 8100ના પેકેજમાં 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ ઉપલબ્ધ રહેશે. હર્ષ સંઘવી, રાજ્ય ગૃહ રાજ્યમંત્રી, ટ્વીટ કરીને આ સેવા અંગે વધુ માહિતી આપી છે: “હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે. 144 વર્ષમાં એકવાર આવતો આ અવસર છે. શ્રદ્ધાળુઓ માટે મહાકુંભ યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે આ અનોખી પહેલ કરી છે. ગુજરાતવાસીઓ માટે આ સરકારના આત્મીયતાને અને સમર્પણને દર્શાવે છે.આ પેકેજનું બુકિંગ તા. 25/01/2025 થી www.gsrtc.in પર થઈ શકશે.AC વોલ્વો બસ સોમવારથી દરરોજ સવારે 7 વાગે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદમાંથી શરૂ થશે.

આ પણ વાંચો-  ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક,જાણો તેમના વિશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *