અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છે.આ પ્રોત્સાહક આયોજન ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. તા.23/1/25 નાં રોજ જુહાપુરા સ્થિત અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું પ્રથમ ભાગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમવા નાના-નાના ધંધાઓ કરતી અમવા માઇક્રોફાઇનાન્સ ની નિયમિત બહેનોને પ્રોત્સાહક સહાય (ભાગ-૧ ) રૂ. ૨,૨૮,૫૦૦/- આપવામાં આવી હતી.કાર્યક્રમમાં નિષ્ણાંત વક્તા તરીકે ડો. નાઝનીન રાણા (MPT,ફિઝીયોથેરાપીસ્ટ અને ડાયટ એક્સપર્ટ) એ,’ પોષણ જાગૃતિ’ વિષય પર ખૂબ જ રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું.
અન્ય નિષ્ણાંત વક્તા શ્રીમતી ગુલિસ્તા કાદરી ( ટ્રસ્ટી- રાહે ખેર, ટ્રસ્ટી-વિધવા ગૃહ અને ટ્રસ્ટી- અમવા) એ ‘જનુન જગાવો, સપને સજાવો” વિષય પર માર્ગદર્શન આપતા દરેકને જનુન પૂર્વક મહેનત કરી ને સ્વપનાઓ સાકાર કરવા હાકલ કરી હતી.
અમવાનાં પ્રમુખ પ્રોફેસર ડો.મહેરૂન્નિસા દેસાઈએ બંને બહેનોનો પરિચય આપી વિષય પ્રવેશ કરાવતાં આપણું શરીર કરોડો રૂપિયા ખર્ચીને પણ ન મળી શકે તેવી ખુદાની અણમોલ ભેટ છે,તેની યોગ્ય સાચવણી ખૂબ જ જરૂરી છે.નહીં તો અવનવી બિમારીઓ થી બધી રીતે પાયમાલ થઇ જવાય છે.
મોહમ્મદ શરીફ દેસાઈ (પ્રમુખ, ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ) સમગ્ર કાર્યક્રમ નું સમાપન કર્યુ હતું અને સૌનો આભાર માન્યો હતો.અમવા પરિવારનાં ઝાકેરાબેન કાદરી, રિજવાના કુરેશી,માહેનુર સૈયદ, જુબેદા ચોપડા અને સુહાના દેસાઈએ જહેમત થી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો- મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ