નાણામંત્રી નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહી છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. નિર્મલા સીતારામનએ જણાવ્યું કે 36 જીવન-આવશ્યક દવાઓ પર ડ્યૂટી ટેક્સ હટાવી દેવામાં આવી છે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે-કેર સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી બનશે. 6 જીવન-આવશ્યક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 5 ટકા કરવામાં આવશે.
STORY | Govt to set up daycare cancer centres in all district hospitals over next 3 years: Sitharaman
READ: https://t.co/q9zaKkAvo5#BudgetSessionWithPTI #Budget2025WithPTI pic.twitter.com/wb5TeqbiOa
— Press Trust of India (@PTI_News) February 1, 2025
નોંધનીય છે કે ઝોમેટો-સ્વિગી સહિત આવી જ કંપનીઓ માટે કામ કરતાં ડિલીવરી બૉય (Gig Workers)ની ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરીને ઓળખપત્ર આપવામાં આવશે. ઉપરાંત પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવશે. સરકારના આ પગલાંથી લાખો ગિગ વર્કર્સને ફાયદો થશે. ઉપરાંત તેમની સુરક્ષા માટે પણ પગલાં લેવામાં આવશે.