ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારીપત્રોની સોમવારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાંથી મહેમદાવાદ નગરપાલિકના 84 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, આજે ફાર્મ પરત ખેચવાની તારીખ હોવાથી મહેમદાવાદ નગરપાલિકામાં 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જ્યારે 3 ઉમેદવાર બિન હરિફ ચૂંટાઇ આવ્યા છે. મહેમદાવાદના સાત વોર્ડમાંથી 73 ઉમેદવારો પોતાની કિસ્મત અમાવશે.
નોંધનીય છે કે હવે મહેમદાવાદની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળશે, હવે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન એનાયત કરી દેવામાં આવ્યા છે. જેના લીધે મહેમદાવાદ નગરપાલિકા પ્રચાર માધ્યમ તેજ બની ગયો છે. દરેક વોર્ડ સંદર્ભે સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. સીધો મુકાબલો થશે જેની આવડત અને લોકપ્રિયતા અને સેવાભાવી ઉમેદવાર મતદરોને આકર્ષિત કરશે તેની જીત પાક્કી થઇ જશે.
ઉલ્લેખનીય છે મહેમદાવાદના ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મહેમદાવાદના વોર્ડ 5, 6,અને 7માં 3 ઉમેદવાર બિન હરિફ થયા છે, બાકિના 8 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધા છે. મહેમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન ચૂંટણીની ચર્ચા ચાલે છે, રોજ રાત્રે તમામ ઉમેદવારો નાસ્તા અને જમણવારની પાર્ટીનું આયોજન કરીને મતદારાને આકર્ષિત કરવામાં લાગ્યા છે.