નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા 18 મુસાફરોના મોત, જુઓ વીડિયો

પ્લેન ક્રેશ

નેપાળના કાઠમંડુમાં બુધવારે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઇન્સનું પ્લેન ક્રેશ થઇ ગયું હતું . આ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 15 મૃતદેહો મળી આવ્યા છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, પોખરા જઈ રહેલા વિમાનમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા. આ અકસ્માત લગભગ 11 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડ પ્લેન ક્રેશ સ્થળે પહોંચી ગયા છે. બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મુસાફરોના બચવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે. ઘટના સ્થળેથી સામે આવેલા વીડિયોમાં આ વાતની પુષ્ટિ થઈ છે.

એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ સમાચાર એજન્સી  જણાવ્યું કે વિમાનના પાયલટને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિમાનમાં લાગેલી આગને ઓલવી લેવામાં આવી છે. પોલીસ અને અગ્નિશામક દળ દુર્ઘટના સ્થળે બચાવ કાર્યમાં લાગેલા છે. સૌર્ય  એરલાઈન્સનું આ વિમાન પોખરા માટે રવાના થયું હતું. નેપાળનો ઉડ્ડયન ઉદ્યોગ તાજેતરના વર્ષોમાં ઝડપથી વિકસી રહ્યો છે, જેનાથી સ્થાનિક લોકો તેમજ દૂરના વિસ્તારોમાં વિદેશી ટ્રેકર્સ અને પર્વતારોહકોને ફાયદો થઈ રહ્યો છે. પરંતુ અપૂરતી તાલીમ અને જાળવણીને કારણે આના પર કેટલાક પ્રશ્નો છે. યુરોપિયન યુનિયને સુરક્ષાના કારણોસર તમામ નેપાળી એરલાઈન્સને તેની એરસ્પેસ પરથી પ્રતિબંધિત કરી દીધો છે.

આ પણ વાંચો- ઉત્તરપ્રદેશમાં સાપે પોતાના દુશ્મન વિકાસ દુબેને ફરીવાર ડંખ માર્યો, દોઢ મહિનામાં આઠમી વાર કરડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *