નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ, મહાકુંભમાં જવા માટે ભીડ ઉમટી

નવી દિલ્હી રેલવે સ્ટેશન  – મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13-14 પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભીડ અને ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. જોકે, દિલ્હી પોલીસની રેલવે યુનિટે નાસભાગની વાતને નકારી કાઢી છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓનું કહેવું છે કે સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ છે. ANI અનુસાર, નાસભાગ જેવી સ્થિતિને કારણે 15 લોકો ઘાયલ પણ થયા છે.

નવી દિલ્હી રેલવે સ્ટેશન-  ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગઈ હતી. નાસભાગને કારણે પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર ઘણા લોકો બેભાન થઈ ગયા અને 15 લોકો ઘાયલ થયા. જોકે, રેલ્વે નાસભાગની ઘટનાને નકારી રહી છે. રેલ્વેના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ અંગે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી કોલ આવ્યો હતો, 4 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે. CPRO ઉત્તર રેલવેએ કહ્યું કે સ્ટેશન પર કોઈ નાસભાગ નથી થઈ અને તે માત્ર અફવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *