ધંધુકાના રોજકા ગામમાં અમવા સંસ્થાની નવી બ્રાન્ચનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું

અમવા

ધંધુકા તાલુકા નાં રોજકા ગામે અમવા સંસ્થાની બ્રાન્ચ નું ઉદ્ઘાટન એસ.એલ.યુ.કોલેજ નાં I.I.T વિભાગનાં પ્રિન્સિપાલ પાયલ શાહ અને અમવાનાં પ્રમુખ ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈએ કર્યુ હતું. નવી બ્રાન્ચમાં શરૂ થયેલ સિલાઇ વર્ગ માટે 15 આખા આંટાના મોટરવાળા મશીન આપવામાં આવ્યા હતા. અમવાની નવી સંસ્થા રોજકા ગામમાં વિધિવત પ્રારંભ થઇ જતા હવે  પડાણાં,રૂપગઢ અને રોજકા એમ ત્રણેય ગામની મહિલાઓને લાભ મળશે. મહિલાઓ આત્મનિર્ભર બનાવવામાં અમવા સંસ્થાની વિશેષ ભૂમિકા નિભાવી રહી છે. સમાજમાં મહિલાના વિકાસ માટે અમવા સંસ્થા બાખૂબી ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે.

કાર્યક્રમ નાં પ્રમુખ સ્થાનેથી ડોક્ટર મહેરૂન્નિસાએ ઈસ્લામિક શરીયત અનુસાર શિક્ષણ નું મહત્વ સમજાવી ઉચ્ચ શિક્ષણ લેવા આહવાન કર્યુ હતું. તે માટે મદદ અને માર્ગદર્શન આપવાની બાહેધરી આપી હતી.ઉપરાંત પાન-ગુટકા, દહેજ અને લગ્ન સમયનાં કુરિવાજો ને જાકારો આપી દિકરીઓ ને શિક્ષણ નાં આભૂષણોથી શણગારી , સંસ્કાર અને વિનય નાં દહેજ સાથે સાસરે વળાવવા અનુરોધ કર્યો હતો.
મુખ્ય મહેમાન પ્રિ.પાયલ શાહે અત્યાર નાં સંજોગો માં skills નું મહત્વ સમજાવી જુદી જુદી નોકરીલક્ષી તાલીમ ની સચોટ માહિતી આપી હતી. અમવા એડવાઈઝરી બોર્ડ નાં સભ્ય, નિવૃત્ત તલાટી અને મુલાકાતી વ્યાખ્યાતા એવા અગ્રણી સામાજીક કાર્યકર શ્રી યાકુબભાઈ કોઠારિયાએ આ બ્રાન્ચ શરૂ કરવા માટે ખૂબ મહેનત સાથે મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

ગામેગામ થી આવેલ મહેમાનો અબ્દુલ ભાઈ ઘોઘારી,રફીક ભાઈ મોદન, રજાકભાઈ ખટુંબરા, ડો.હફીઝાબહેન દિવાન, રિયાઝ શેખ,  અનીશા બહેન ઘડિયાળી, તસલીમા સૈયદ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ઈમરાન ભોંયરિયાએ આભાર પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમ નુ સુંદર સંચાલન શ્રી સાજિદ ભાઈ ભોંયરિયાએ કર્યુ હતું. બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમ ને જ્વલંત સફળતા અપાવી હતી.

આ પણ વાંચો –  Stand-Up India Scheme: મહિલા અને SC/ST સાહસિકોના સપનાને ઉડાન આપવા માટેની લોન સહાય યોજના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *