વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. છેલ્લા આઠ વર્ષથી આ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ રહેવાસીઓનું જીવન નર્કમય બનાવી દીધું છે. આ વિસ્તારમાં 1થી 8 ધોરણના વિધાર્થીઓ બેસે છે, ગટરના પાણીના અસહ્ય દુર્ઘધથી બાળકો બિમારીની ઝપેટમાં આવી શકે છે તે અંગે ખેડા પ્રાંત અધિકારીને આ અંગે રજૂઆત કરી છે, સત્વરે નિરાકરણ કરવાની તેમણે બાંયધરી આપી છે.
મહેમદાવાદ રાવળવાસમાં વિધાર્થીઓને ગટરના પાણીની પારાવાર મુશ્કેલી
નગરપાલિકા તંત્ર કામગીરી કરવામાં કરી રહ્યા છે આંખ આડા કાન
એસડીએમ સમક્ષ કરાઇ રજૂઆત ,નિરાકરણની અપાઇ બાંયધરી#Mehmadabad #GutterProblem, #Ravalvas #KhedaSDM #SewageCrisis #StudentSafety #PublicGrievance @CMOGujarat… pic.twitter.com/u0y8LDt78D— Gujarat samay (@gujaratsamaya) November 17, 2025
આ ગંભીર સમસ્યાને લઈને તાજેતરમાં ખેડાના SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) સમક્ષ રાવળવાસના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. SDM સાહેબે સ્થાનિકોને બાંયધરી આપી છે કે સત્વરે તેના નિરાકરણ માટે હાલ સૂચના આપી દેવામાં આવી છે અને આઠ દિવસ પછી તેનો ફોલોઅપ લેવામાં આવશે. જોકે, મહેમદાવાદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છતા અને વિકાસના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય અને નિરાશાવાદી બની રહ્યું છે અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
નોંધનીય છે કે આ વિસ્તારમાં ધોરણ ૧થી ૮ની શાળા અને મસ્જિદ આવેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓ, નમાઝીઓ અને રહેવાસીઓને પારાવાર મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓ અને રહેવાસીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગટરના ઉભરતા ગંદા પાણીની અસહ્ય દુર્ગંધ વિદ્યાર્થીઓને શાળામાં બેસવું પણ મુશ્કેલ બનાવે છે, જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણીવાર વિદ્યાર્થીઓ મસ્જિદના પટાંગણમાંથી શાળા અથવા મુખ્ય રસ્તા સુધી પહોંચવું પડે છે.
આ ઉપરાંત, દિવંગત માજી પ્રમુખ શફીભાઈ મન્સુરીના નામે બનેલો એસ.વાય મન્સુરી હોલ ગટરના પાણી અને ખરાબ રસ્તાઓના કારણે વણવપરાયેલો પડ્યો રહ્યો છે, જે આ વિસ્તારની દુર્દશાનું જીવંત પ્રમાણ છે.

