ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાં ફેરફાર માટે હવે આધાર લિંંક મોબાઇલ નંબર ફરજિયાત!

મતદાર યાદી

ભારતના ચૂંટણી પંચે ઓનલાઇન મતદાર યાદી સેવાઓ માટે આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવ્યો છે. આ નવા નિયમ અનુસાર, હવેથી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા અથવા કોઈપણ પ્રકારના સુધારા કરવા માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર હોવો જરૂરી છે. તેના વિના કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

 મતદાર યાદી  આ નિર્ણય કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે લેવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં મતદારોના નામ ‘વ્યવસ્થિત રીતે કાઢવામાં’ આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આલંદ વિધાનસભા બેઠક પરથી 6018 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે અને તેમણે ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’નો આરોપ પણ મૂક્યો હતો.

જોકે, કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી વી. અંબુકુમારે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે 6018 મતદારોના નામ કાઢવા માટે ઓનલાઇન અરજીઓ મળી હતી, પરંતુ તપાસ બાદ તેમાંથી ફક્ત 24 અરજીઓ જ સાચી જણાઈ હતી. બાકીની 5994 અરજીઓ રદ કરવામાં આવી હતી, જેનાથી એ સાબિત થયું કે મોટા પાયે મતદારોના નામ કાઢવામાં આવ્યા નથી. આ બનાવટી અરજીઓની તપાસ કરવા માટે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

ચૂંટણી પંચના આ નવા નિર્ણયનો હેતુ મતદાર યાદીમાં પારદર્શિતા લાવવાનો અને ખોટી રીતે થતી અરજીઓ અટકાવવાનો છે. આ નિયમથી મતદાર નોંધણી પ્રક્રિયા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો:  અડાલજ હત્યાકાંડ: સાયકો કિલર વિપુલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત,3 પોલીસ કર્મીઓ પણ ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *