લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ, ઉમરપાડમાં બે કલાકમાં 6 ઇંચ ખાબક્યો!

દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ ફરી ધમાકેદાર રી એન્ટ્રી કરી છે. મેઘરાજા પોતાના અસલ મિજાજ સાથે વરસી રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદ જોર પક઼ડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે મન મૂકીને વરસી રહ્યો છે. આજે  સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 6થી 8 કલાકમાં એટલે કે માત્ર બે જ કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ 6.7 ઇંચ વરસાદ ખાબક્યો છે. બે કલાકમાં કુલ 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત:  સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. બારડોલી ગ્રામ્ય વિસ્તાર તેમજ બારડોલી નગરમાં વહેલી સવારથી ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે અલંકાર ચાર રસ્તા પર ટ્રાફિક જામ થયો છે. વહેલી સવારે લોકો કામ ધંધે જતા લોકો તેમજ સ્કૂલ બસ ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે. ભારે વરસાદને પગલે બારડોલી નગરના માર્ગોમાં પાણી પાણી થઈ ગયું છે.

આજે કુલ 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 કલાકમાં એટલે કે માત્ર બે જ કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ 6.7 ઇંચ વરસાદ ખાબક્યો છે.આ સાથે નર્મદાના સાગબારામાં 2.20 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 1.61 ઇંચ, તાપીનાં કુકરમુંડામાં 1.42 ઇંચ, બારડોલી અને દહોદમાં પણ એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. બારડોલી ગ્રામ્ય વિસ્તાર તેમજ બારડોલી નગરમાં વહેલી સવારથી ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે અલંકાર ચાર રસ્તા પર ટ્રાફિક જામ થયો છે. વહેલી સવારે લોકો કામ ધંધે જતા લોકો તેમજ સ્કૂલ બસ ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે. ભારે વરસાદને પગલે બારડોલી નગરના માર્ગોમાં પાણી પાણી થઈ ગયું છે.નર્મદાના ડેડિયાપાડામાં 1.61 ઇંચ, તાપીનાં કુકરમુંડામાં 1.42 ઇંચ, બારડોલી અને દહોદમાં પણ એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો-  Apple Watch 10 લૉન્ચ, દમદાર હેલ્થ ફિચર્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *