Ahmedabad Air india Plane Crash Bhagwad gita: વિમાન તૂટી પડ્યું, બધું સળગી ગયું… પણ ભગવદ ગીતા સુરક્ષિત રહી

Ahmedabad Air india Plane Crash Bhagwad gita: અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171ના કાટમાળમાં એક એવી વસ્તુ મળી છે જેને જોઈને બચાવકર્મીઓ પણ દંગ રહી ગયા. વિમાન ખાખ થઈ ગયું, લોખંડ પીગળી ગયુ, બધું દાઝી ગયું, પણ ત્યાંથી મળી આવેલ એક ભગવદ ગીતા સંપૂર્ણપણે સલામત રહી છે.

Ahmedabad Air india Plane Crash Bhagwad gita:  વિમાન ક્રેશની પૃષ્ઠભૂમિ
Ahmedabad Air india Plane Crash Bhagwad gita:  12 જૂન, 2025ના બપોરે લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ટકરાઈ હતી. વિમાનમાં 242 યાત્રીઓ સવાર હતા, જેમાંથી માત્ર એક યુવક વિશ્વાસ કુમાર રમેશ જીવતો બચી ગયો હતો. દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ થયા હતા.

જ્યારે રેસ્ક્યૂ ટીમો દુર્ઘટનાસ્થળે શોધખોળ કરી રહી હતી ત્યારે તેમને કાટમાળની વચ્ચે ભગવદ ગીતાનું એક નકલ મળી આવી. ખાસ વાત એ છે કે જેના ચારે બાજુમાં તાપ, આગ અને ધૂમાડાથી બધું ખાક થયું છે, ત્યાં આ પવિત્ર ગ્રંથ બેધંક રીતે સાચવાયેલ મળી આવ્યો. ગ્રંથના પાના પણ વાંચવા યોગ્ય હાલતમાં હતાં.

લોકો કરી રહ્યા છે શ્રદ્ધાનો મહિમા
વિડિયો ક્લિપમાં એક શખ્સ કાટમાળમાંથી ગીતાના પાના ઊંચકીને બતાવે છે અને આસપાસના લોકો આશ્ચર્યચકિત બની જાય છે. લોકોના મતે આ માત્ર ચમત્કાર નથી, પણ આ ઘટનામાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનો સંદેશ છે. દુર્ઘટનાસ્થળે ઉભેલા લોકો માટે આ પળ ભાવુક અને અવિસ્મરણીય બની ગઈ.

લંડનમાં પણ ભક્તિ સભા યોજાઈ
આ દુઃખદ ઘટનાના પગલે લંડન સ્થિત હિંદુ મંદિરમાં આશરે 100 લોકો એકઠા થયા અને દુર્ઘટનામાં મોતને ભેટેલા યાત્રીઓ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. યોગવિવેકદાસ સ્વામીએ કહ્યું કે, “આવી ઘડીએ પ્રાર્થના અને સામૂહિક સંવેદના સૌથી મોટો આધાર બની રહે છે.”

વિશ્વાસનો જીવ કેમ બચ્યો?
માત્ર એકમાત્ર બચેલા મુસાફર વિશ્વાસકુમાર રમેશની બેઠક નંબર 11A હતી, જે ઈમરજન્સી એક્ઝિટ ડોરની બાજુમાં હતી. દુર્ઘટનાની ઘડીએ તે જગ્યા પર હોવાને કારણે તે વિમાનના તૂટી પડતાં ભાગ સાથે નીચે પડ્યો હતો અને ચમત્કારિક રીતે બચી ગયો. અકસ્માત પછી વિશ્વાસે પોતે એમ્બ્યુલન્સ સુધી ચાલીને ગયો અને પોતાની ઓળખ આપી.

આ બનાવ શું કહે છે?
આ વિમાન દુર્ઘટના સમગ્ર રાષ્ટ્ર માટે દુઃખદ છે, પણ ભગીરથ ટ્રેજેડી વચ્ચે મળેલી ભગવદ ગીતા આશાની કિરણ સમાન છે. વિમાન તૂટી પડ્યું, લોખંડ દાઝી ગયું, મશીનરો ખંખેરાઈ ગઈ, પણ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક બનેલી ભગવદ ગીતા સલામત રહી ગઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *