World Cup Ticket Black: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને સ્ટેડિયમ બહાર અને સોશિયલ મીડિયા પર ત્રણગણા ભાવે ટિકિટો વેચતા બે યુવકોની ધરપકડ કરી છે.
World Cup Ticket Black : રૂપિયા 5000ની ટિકિટના 15000 માંગ્યા
અમદાવાદમાં રમાનારી આ ઐતિહાસિક મેચ માટે તમામ ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી. જેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકોએ ટિકિટોનો સ્ટોક કરી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા શખ્સો ₹5000ની કિંમતની એક ટિકિટ માટે ₹15,000 થી ₹20,000 સુધીની માંગણી કરી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ગ્રાહક બનીને છટકું ગોઠવ્યું હતું અને આ બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

સોશિયલ મીડિયા દ્વારા થતું હતું નેટવર્ક
ધરપકડ કરાયેલા આરોપીઓ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા ટિકિટ લેવા ઈચ્છતા ક્રિકેટ ચાહકોનો સંપર્ક કરતા હતા. તેઓ ઓનલાઇન પેમેન્ટ લઈને મેચના દિવસે જ ટિકિટ આપવાનો વાયદો કરતા હતા. પોલીસે તેમની પાસેથી અનેક અસલી ટિકિટો અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ લોકો પાસે આટલી મોટી સંખ્યામાં ટિકિટો ક્યાંથી આવી અને આમાં કોઈ મોટા રેકેટની સંડોવણી છે કે કેમ.
પોલીસની જનતાને અપીલ
અમદાવાદ પોલીસે ક્રિકેટ પ્રેમીઓને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર પ્લેટફોર્મ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ પાસેથી ટિકિટ ન ખરીદે. બ્લેકમાં ટિકિટ વેચવી અને ખરીદવી બંને ગુનો છે. આ ઉપરાંત, ટિકિટના નામે ઓનલાઇન છેતરપિંડી થવાની પણ પૂરી શક્યતા છે, તેથી જનતાએ સાવચેત રહેવું જોઈએ.
નોંધનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને સ્ટેડિયમ બહાર અને સોશિયલ મીડિયા પર ત્રણગણા ભાવે ટિકિટો વેચતા બે યુવકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપે 7 મોરચા અને 4 મહાનગરોમાં નવા પ્રભારીઓની કરી જાહેરાત

