અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના: ગત ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI-171) બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં કુલ 270 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 29 સ્થાનિક લોકોનો જીવ ગયો.

DNA ટેસ્ટીંગ દ્વારા ઓળખ પ્રક્રિયા
અમદાવાદ વિમાન દુર્ઘટના: આગને કારણે મોટાભાગના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હોવાથી, ઓળખ માટે DNA ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે જણાવ્યું કે, 16 જૂન સવારે 9:30 વાગ્યા સુધીમાં 92 DNA સેમ્પલ મેચ થયા છે, અને 47 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતકો ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓના હતા.

ડૉ. પટેલે વધુમાં કહ્યું, “આગામી બે કલાકમાં 8 વધુ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. હાલ 13 પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે, અને 87 પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે.”

પરિવારો માટે વિશેષ ટીમો
ગુજરાત સરકારે દરેક મૃતકના પરિવારની સહાય માટે અલગ-અલગ ટીમો ફાળવી છે. આ ટીમોમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે, જેઓ પરિવારોને ભાવનાત્મક અને વહીવટી સહાય પૂરી પાડે છે.

 

 

આ પણ વાંચો –  અમદાવાદ વિમાન દુર્ઘટના: મહેમદાવાદનો આશાવાદી અને આજ્ઞાકારી રૂદ્ર પટેલનું લંડનનું સપનું અધૂરું રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *