મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ – મધ્યપ્રદેશના શિવપુરીમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ખેતરોમાં ક્રેશ થયું અને બળીને રાખ થઈ ગયું. જો કે ફાઈટર પ્લેનમાં સવાર બંને પાઈલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના નારવર તહસીલના ડબરાસની ગામમાં બની હતી. પાયલોટે ડહાપણ દાખવ્યું અને પ્લેન ક્રેશ થતા પહેલા ઘરોને બચાવી લીધા. આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો – શું કલેક્ટરની તપાસ પછી વકફ મિલકત સરકારની મિલકત બની જશે? CJIએ પૂછ્યો સવાલ!