અમદાવાદ પ્લેન ક્રેશ-અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન (AI-171) ટેકઓફ દરમિયાન ક્રેશ થયું છે. આ ઘટના બપોરે 1:38 વાગ્યે ટેકઓફ બાદ 1:40 વાગ્યે મેઘાણીનગરના ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં બની. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો અને ટેક્નિકલ ખામીને કારણે વિમાન સિવિલ હોસ્પિટલની રહેણાંક ઈમારત ‘અતુલ્યમ’ સાથે ધડાકાભેર અથડાયું, જેના કારણે ભયંકર આગ ફાટી નીકળી.
ઘટનાની વિગતો
અમદાવાદ પ્લેન ક્રેશ – સમય: 12 જૂન 2025, બપોરે 1:38 વાગ્યે ટેકઓફ, 1:40 વાગ્યે ક્રેશ.
સ્થળ: મેઘાણીનગર, ઘોડા કેમ્પ, આઈજીબી કમ્પાઉન્ડ, અમદાવાદ.
વિમાન: એર ઈન્ડિયા (AI-171), અમદાવાદથી લંડન.
કારણ: વૃક્ષ સાથે અથડામણ અને સંભવિત ટેક્નિકલ ખામી.
નુકસાન: વિમાન સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ ઈમારતના ત્રીજા, ચોથા અને પાંચમા માળે અથડાયું, જેના કારણે ઈમારતને ભારે નુકસાન થયું અને તે ધરાશાયી થવાની અણી પર છે. આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટા દૂરથી દેખાયા.
ઈજાગ્રસ્ત: 15 રેસિડેન્ટ ડૉક્ટરો સહિત 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્તોની સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી: ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી, રાહત કાર્યોની સમીક્ષા કરી.
અમિત શાહ: ગુજરાત સરકાર સાથે સંકલન, અમદાવાદ જવા રવાના.
ભૂપેન્દ્ર પટેલ: સુરતથી અમદાવાદ આવવા રવાના.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ: ઘટનાસ્થળે પહોંચ્યા.
બચાવ કામગીરી: બીએસએફની ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.
એરપોર્ટ બંધ, બ્લેક બોક્સ સુરક્ષિત
અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ માટે બંધ કરાયું, તમામ ફ્લાઈટ્સ સ્થગિત. વિમાનનું બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટીએ સુરક્ષિત કર્યું, જે ક્રેશના કારણોની તપાસમાં મદદ કરશે. પાયલટ સુમિત સભરવાલે ટેકઓફ બાદ તરત જ MAYDAY કોલ કર્યો હતો, પરંતુ ATCથી કોઈ પ્રતિસાદ ન મળ્યો.
રાજ્ય સરકારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યો. સંપર્ક માટે ફોન નંબર: 079-232-51900, મોબાઈલ: 9978405304.DGCA અને અન્ય એજન્સીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે. બ્લેક બોક્સનું વિશ્લેષણ ક્રેશના ચોક્કસ કારણો જાહેર કરશે. આ ઘટનાએ અમદાવાદ અને રાષ્ટ્રીય સ્તરે ચિંતા ફેલાવી છે, અને સરકારે તાત્કાલિક રાહત અને પુનર્વસનની ખાતરી આપી છે.