ધાર્મિક બસ યાત્રા યોજના: દેશભરમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે, અને ગુજરાતમાં ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક મહિનામાં ભક્તોની ભીડ મંદિરોમાં ઉમટી પડે છે. અમદાવાદના નાગરિકો માટે સરળ મંદિર દર્શનની સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ યાત્રા યોજના શરૂ કરવામાં આવશે.
AMTS ધાર્મિક બસ યાત્રા
ધાર્મિક બસ યાત્રા યોજના: શ્રાવણ માસ દરમિયાન AMTS દ્વારા રોજ 80 બસો ધાર્મિક પ્રવાસ માટે ફાળવવામાં આવશે. આ બસો લાલ દરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર બસ ટર્મિનસથી બુક કરી શકાશે. દરેક બસમાં 30થી 40 ભક્તો મુસાફરી કરી શકશે
ભાડું
મ્યુનિસિપલ હદમાં રહેતા લોકો માટે: બસ દીઠ ₹3,000
AUDA હદમાં રહેતા લોકો માટે: બસ દીઠ ₹5,000
સમય:
બસો સવારે 8:15 વાગ્યે ઉપડશે અને સાંજે 4:45 વાગ્યે પરત ફરશે.
બુકિંગ: પ્રોપર્ટી ટેક્સ બિલ અને ચૂકવેલ રકમની રસીદ બુકિંગ વખતે રજૂ કરવી ફરજિયાત છે.
ધાર્મિક સ્થળોનો સમાવેશઆ યાત્રામાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોના પ્રમुખ મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નીચેના મંદિરોનો ઉલ્લેખ છે
જલારામ મંદિર (પાલડી)
હરેકૃષ્ણ મંદિર (ભાડજ)
વૈષ્ણોદેવી મંદિર
કોટેશ્વર મહાદેવ (મોટેરા)
વિશ્વ ઉમિયાધામ (જાસપુર)
કેમ્પ હનુમાન (નરોડા)
સિદ્ધિ વિનાયક (મહેમદાવાદ)
સોમનાથ મહાદેવ (ગ્યાસપુર)
ઈસ્કોન મંદિર
ભીડભંજન હનુમાન (બાપુનગર)
શ્રાવણ મહિનાનું મહત્વ
શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર ગણાય છે. આ દરમિયાન ભક્તો ગ્રુપમાં મંદિરોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. AMTSની આ યોજના ભક્તોને સુવિધાજનક અને આરામદાયક યાત્રાનો અનુભવ આપશે. ગત વર્ષે આ યોજના હેઠળ 1,000થી વધુ બસો દોડાવવામાં આવી હતી, જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો.
કેવી રીતે બુકિંગ કરવું?
નાગરિકો નજીકના AMTS બસ ટર્મિનસ પર જઈને અથવા AMCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુકિંગ કરી શકે છે. પસંદગીના મંદિરોની યાત્રા માટે અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે.
આ પણ વાંચો – આ શિવ મંદિરમાં મુસ્લિમ ભક્તોની લાગે છે લાંબી લાઇન,જાણો રસપ્રદ કહાણી