અંબાજી મંદિર અન્નકૂુટ બંધ – શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ જણાવતા કહ્યું કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને થવાથી યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે
અંબાજી મંદિર અન્નકૂુટ બંધ – નોંધનીય છે કે દેવસ્થાન ટ્ર્સ્ટના નવા સમયપત્રક પ્રમાણે, સવારની આરતી 7 થી 7.30 સુધી રહેશે. દર્શન સવારે 7.30 થી 10.45 કલાક સુધી રહેશે. બપોરે 12.30 થી 1.00 સુધી રાજભોગ આરતી થશે. બપોરના દર્શન 1.00 થી 4.30 કલાક સુધી ચાલુ રહેશે. સાંજની આરતી 7.00થી 7.30 દરમિયાન રહશે. રાત્રિના દર્શન 7.30 થી 9.00 સુધી કરી શકાશે જેની શ્રદ્વાળુઓએ નોંધ લેવી.
આ નવો સમય આજે વૈશાખ સુદ – 3 (30 એપ્રિલ, 2025)થી અષાઢ સુદ-1 (26 જૂન, 2025) સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ભક્તો અન્નકૂટ નહીં ધરાવી શકે.