વડોદરામાં એમ.ઇ.એસ હાઇસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

MES High School

MES High School– વડોદરામાં મુસ્લિમ એજ્યુકેશ સોસાયટી સંચાલિત એમ.ઇ.એસ હાઇસ્કૂલ નાગરવાડા ખાતે તા. 28 ડિસેમ્બર 2024 ના રોજ  વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો , આ એમ.ઇ.એસ હાઇસ્કૂલની પરંપરા મુજબ એટલે કે દર વર્ષે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.વિધાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનું બાખૂબી કામ આ હાઇસ્કૂલ દ્વારા કરવામાં આવે છે.

MES High School -ઇનામ વિતરણ કાર્યક્રમ 2024માં  એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ ઉપરાંત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ જેમણે ગત વર્ષ અને આ વર્ષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો તેમનો ખાસ સન્માન પણ કરવામાં આવ્યો હતો. આ સાથે  બેસ્ટ વોલ્યન્ટર, બેસ્ટ રેગ્યુલર, બેસ્ટ ઇમ્પ્રૂવડ જેવા શ્રેષ્ઠતા પર આધારિત ઇનામો તથા વિવિધ સ્પોર્ટ્સ રમતોના ઇનામો વિતરણ કરાયા હતા.

 આ કાર્યક્રમમાં ચેરપર્સન તરીકે મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ  મોઇનુદ્દીન ટી. રિફાઈ ]ગેસ્ટ ઓફ હોનર તરીકે જોરાવર પીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઝાહિદ અલી બાપુ અને સોપારી વાલા ટ્રેડર્સના ચેરમેન  ફૈઝલ ફઝલાની  ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો, શાળા આચાર્યો, અને શહેરના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ રીતે ભાગ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.ઈ.એસ. હાઇસ્કુલના શાળા સેક્રેટરી ફારુકભાઈ બી. સૈયદ સાહેબ, આચાર્ય શકીલ અહેમદ હનીફ ખાન પઠાણ તેમજ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ મહત્વનો યોગદાન આપ્યો હતો.

 

આ પણ વાંચો- સરખેજમાં જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન ઓપન, દિની તાલિમ સાથે અભ્યાસ કરાવતી શાળા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *