Arrest warrant Shakib Al Hasan – બાંગ્લાદેશ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન માટે મુસીબતો ઓછી દેખાઈ રહી નથી. જ્યારે તેને શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે જાહેર કરવામાં આવેલી બાંગ્લાદેશની ટીમમાં સ્થાન મળ્યું ન હતું, ત્યારે હવે બાંગ્લાદેશની એક કોર્ટે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. વર્ષ 2024માં બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ સાકિબ દેશ છોડીને વિદેશમાં રહે છે. હવે તેની સામે કરોડો રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
સાકિબ 19 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવાનો હતો
Arrest warrant Shakib Al Hasan – 15 ડિસેમ્બરે, ઢાકાની કોર્ટમાં શાકિબ અલ હસનના નામે ચેક બાઉન્સનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં 18 ડિસેમ્બરે કોર્ટની સુનાવણી બાદ, શાકિબને 19 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેમાં તે પહોંચ્યો ન હતો. કોર્ટ ત્યારબાદ, ઢાકાના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ઝિયાદુર રહેમાને 19 જાન્યુઆરીએ તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું. હકીકતમાં, IFIC બેંકના રિલેશનશિપ ઓફિસર શાહિબુર રહેમાને બેંક વતી કેસ દાખલ કર્યો હતો કે શાકિબ અને અન્ય ત્રણ બે અલગ-અલગ ચેક દ્વારા 41.4 મિલિયન બાંગ્લાદેશી ટાકા એટલે કે રૂ. 2.95 કરોડ ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ કેસમાં શાકિબ ઉપરાંત તેની કંપની અલ હસન એગ્રો ફાર્મ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગાઝી શાહગીર હુસૈન, ડિરેક્ટર ઈમદાદુલ હક અને મલાઈકર બેગમના નામ સામેલ છે.
શાકિબ માટે બાંગ્લાદેશ પરત ફરવું મુશ્કેલ છે
સત્તાપલટો પહેલા શેખ હસીનાની સરકારમાં સાંસદ રહી ચૂકેલા શાકિબ અલ હસન પર પણ દેશમાં રાજકીય ઉથલપાથલને પગલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે બાદ શાકિબે દેશ છોડી દીધો હતો. આવી સ્થિતિમાં હવે તેના માટે બાંગ્લાદેશ પરત ફરવું ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. જો આપણે તેના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો ગત વર્ષે કાઉન્ટી મેચ દરમિયાન તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી હતી, ત્યાર બાદ તેણે અત્યાર સુધી બે વખત બોલિંગ એક્શનનો ટેસ્ટ આપ્યો છે, પરંતુ તેમાંથી તેને કોઈ ક્લીનચીટ મળી નથી.
આ પણ વાંચો – fire broke out in mahakumbh mela: પ્રયાગરાજના મહાકુંભ મેળામાં લાગેલી આગ કાબૂમાં, PM મોદીએ CM યોગી સાથે કરી વાત