
અમદાવાદની સોમલલિત સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત સ્કૂલ માં ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) બપોરે રિસેસ દરમિયાન ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે તેને તાત્કાલિક થલતેજની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન 25 જુલાઈ, 2025ના રોજ તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ પરિવાર, શાળા…