gujarat samay

અમદાવાદ પાલડી ચાર રસ્તા નજીક મસમોટો ભૂવો પડ્યો,જુઓ વીડિયો

મસમોટો ભૂવો-  અમદાવાદમાં રાત્રે પડેલા ભારે વરસાદે શહેરમાં ભારે હાલાકી સર્જી છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સવારે વાહનવ્યવહાર ખોરવાયો હતો. શહેરના મધુમાલતી આવાસમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, પાલડી ચાર રસ્તા નજીક જાહેર રોડ પર મસમોટો ભૂવો પડ્યો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો…

Read More

કરિશ્મા કપૂર પૂર્વ પતિ સંજ્ય કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ,જુઓ વીડિયો

સંજ્ય કપૂરના અંતિમ સંસ્કાર: ઉદ્યોગપતિ સંજય કપૂરના અંતિમ સંસ્કાર આજે એટલે કે 19 જૂને દિલ્હીમાં થશે. સંજય બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ રહી ચૂક્યા છે. કરિશ્મા તેના પૂર્વ પતિના અંતિમ સંસ્કાર માટે દિલ્હી પહોંચી હતી. અને માત્ર કરિશ્મા જ નહીં પરંતુ તેના પરિવારના અન્ય સભ્યોએ પણ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. સંજ્ય…

Read More

ઇરાનના હોસ્પિટલ પર હુમલાથી ઇઝરાયેલમાં અફરાતફરી, ખામેનીને મારી નાંખવાની કરી પ્રતિજ્ઞા

 Israel Vows :મધ્ય ઇઝરાયલમાં બીરશેબા હોસ્પિટલ પર ઇરાની હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન કાત્ઝે એક મોટી જાહેરાત કરી છે. કાત્ઝે કહ્યું છે કે હવે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીને મારી નાખવામાં આવશે. કાત્ઝેનું આ નિવેદન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના થોડા સમય પછી આવ્યું છે.ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે…

Read More

કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વરસાદને લીધે મતદાન પર અસર,ગોકળ ગતિએ થઇ રહ્યું છે મતદાન

કડી અને વિસાવદર પેટા ચૂંટણી:  કડી અને વિસાવદરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી હતી. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરવાના છે જ્યારે કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપવાના છે….

Read More

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય,ચેક રિટર્ન કેસોના ભારણ ઘટાડવા ચાર નવી કોર્ટ કરાઇ શરૂ!

ગુજરાત હાઇકોર્ટઃ ચેક રિટર્ન કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યમાં, ખાસ કરીને અમદાવાદમાં, લગભગ 4 લાખ ચેક રિટર્ન કેસો પેન્ડિંગ હોવાથી, ખાસ કરીને વેપારીઓને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ઉકેલવા માટે હાઇકોર્ટે અમદાવાદમાં ચાર નવી વધારાની કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આજથી, બુધવાર, 18…

Read More

ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, ખામેનીને હમણા નહીં મારીએ,પણ ક્યાં છુપાયા છે અમેરિકા જાણે છે

ટ્રમ્પે ઈરાનને ધમકી આપીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ઈરાનને ઈઝરાયલ સામેના યુદ્ધમાં બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા જાણે છે કે ઈરાનના કહેવાતા સર્વોચ્ચ નેતા ખામેની ક્યાં છુપાયેલા છે. અમે તેમના પર હમણાં હુમલો કરીશું નહીં. અમે તેમને હમણાં મારીશું નહીં. પરંતુ, અમે નથી ઇચ્છતા કે મિસાઈલ…

Read More

માતા-પિતાએ હૈયાફાટ રૂદન સાથે પુત્ર રૂદ્રને આપી અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા

રૂદ્ર પટેલની અંતિમ યાત્રા –  અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની દુ:ખદ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. 12 જૂન, 2025ના રોજ બપોરે થયેલી આ વિમાન દુર્ઘટનામાં મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામના રહેવાસી રુદ્ર ચિરાગકુમાર પટેલનું અવસાન થયું, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ છે. રુદ્રની સ્મશાન યાત્રામાં આજે સમગ્ર વિસ્તારના લોકો ગમગીન થઈ…

Read More

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,અનેક જિલ્લ્લામાં અતિભારે વરસાદ

 રાજ્યના 24 તાલુકાઓમાં 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 17 જૂન 2025ના રોજ સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. નીચે મુખ્ય તાલુકાઓમાં નોંધાયેલા વરસાદની વિગતો છે બોટાદ જિલ્લો: બરવાળા: 5.24 ઇંચ (સૌથી વધુ)…

Read More

ગુજરાતમાં ચોમાસાની પધરામણી, ભાવનગરમાં અતિભારે વરસાદ,રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ

ગુજરાતમાં ચોમાસાની પધરામણી- ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં 16 જૂન, 2025ના રોજ આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી. ભાવનગરના જેસરમાં માત્ર 4 કલાકમાં 7 ઈંચ (6.97 ઈંચ) વરસાદ ખાબક્યો, જેના કારણે ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ….

Read More

ભારતમાં પહેલીવાર જાતિગત વસ્તી ગણતરી કરાશે, સરકારે બહાર પાડયું જાહેરનામું

પહેલીવાર જાતિગત વસ્તી ગણતરી  – ૧૬ જૂન ૨૦૨૫ ના રોજ એક ઐતિહાસિક પગલું ભરતા, ભારત સરકારે ૨૦૨૭ માં યોજાનારી ૧૬મી વસ્તી ગણતરી માટે ગેઝેટ સૂચના બહાર પાડી છે. આ વસ્તી ગણતરી ઘણી રીતે ખાસ હશે – તે પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં કરવામાં આવશે અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ જાતિ આધારિત વસ્તી ગણતરી હશે. પહેલીવાર…

Read More