gujarat samay

પશુપાલકોની આખરે જીત,સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો

સાબર ડેરી માં દૂધના ભાવને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આખરે પશુપાલકોની જીત થઇ થે, અને સાબર ડેરીના વહીવટી તંત્રએ ભાવ ફેરકરવાની મોટી જાહેરાત કરી છે.સાબર ડેરીએ નિયામક મંડળની બેઠકમાં નિર્ણય લઈ, વાર્ષિક ભાવફેર તરીકે પ્રતિ કિલો ફેટદીઠ ₹995 ચૂકવવાની જાહેરાત કરી છે. સાબર ડેરી અગાઉ પશુપાલકોને ₹960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં…

Read More

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા

 અમિત ચાવડા: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee)ના અધ્યક્ષ પદે અમિત ચાવડા (Amit Chavda)ની બીજી વખત નિમણૂક કરી છે. આ ઉપરાંત, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પ્રભાવશાળી આદિવાસી નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary)ને…

Read More

તબલીગી જમાતના 70 લોકોને રાહત, હાઈકોર્ટે કોવિડ દરમિયાનના 16 કેસ રદ કર્યા

તબલીગી જમાત: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે માર્ચ 2020 માં કોવિડ-19 રોગચાળા દરમિયાન તબલીગી જમાતસાથે સંકળાયેલા 70 ભારતીય નાગરિકો સામે નોંધાયેલા 16 કેસોને ફગાવી દીધા. આ લોકો સામે ત્યાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપનારા વિદેશીઓને ગુપ્ત રીતે હોસ્ટ કરવા બદલ આ કેસ નોંધાયા હતા. આ કેસમાં ચુકાદો આપતાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું, ‘બધી ચાર્જશીટ રદ કરવામાં આવે…

Read More

રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત અને ચાર્જશીટ પણ દાખલ, EDની મોટી કાર્યવાહી

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સાથે ઘણા અન્ય લોકો અને કંપનીઓના નામ પણ તેમાં સામેલ છે. આ કેસ સપ્ટેમ્બર 2018નો છે, જ્યારે રોબર્ટ વાડ્રા, હરિયાણાના તત્કાલીન…

Read More

કાનની અંદર ગંદકી ફસાઇ ગઇ છે? આ તેલના બે ટીપાં નાંખો,સવાર સુધી ગંકરી આવી જશે બહાર

Ear Wax: ઘણીવાર આપણે કાન સાફ કરવા માટે કોટન ઇયર બડ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ પદ્ધતિ તમારા કાનને નુકસાન પહોંચાડી શકે છે? ઇયરબડમાંથી બહાર આવવાને બદલે, ગંદકી અંદર વધુ ઊંડે જાય છે, જેના કારણે કાનમાં ખંજવાળ, બળતરા, સોજો અને સાંભળવાની સમસ્યાઓ થઈ શકે છે. આ બાબતે ખાનગી ચેનલ સાથેની…

Read More

સ્વચ્છ સર્વેક્ષણ 2024: દેશનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

સ્વચ્છ સર્વેક્ષણ 2024 :ગુજરાતનું અમદાવાદ શહેર સ્વચ્છતાના ક્ષેત્રે નવો ઇતિહાસ રચવામાં સફળ રહ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતનું જ સુરત શહેર ‘સુપર સ્વચ્છ લીગ’માં બીજા ક્રમે રહ્યું, જેનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ ગૌરવપૂર્ણ…

Read More

ઇરાકના શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ,55 લોકોના મોત,જુઓ વીડિયો

ઇરાકના શોપિંગ મોલમાં આગ:  ઇરાકના અલ-કુટ શહેરમાં એક શોપિંગ મોલમાં લાગેલી ભીષણ આગએ બધાને હચમચાવી દીધા. આ દુ:ખદ અકસ્માતમાં લગભગ 55 લોકોએ જીવ ગુમાવ્યા, જેઓ મોલના રેસ્ટોરન્ટમાં ખરીદી કરી રહ્યા હતા અથવા જમતા હતા. આ અકસ્માતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાંચ માળની ઇમારત…

Read More

ગુજરાતના સાંસદોના MPLAD ફંડનો માત્ર 4.2 ટકાનો જ ઉપયોગ

 MPLAD:  ગુજરાતમાં ભાજપનું દાયકાઓથી શાસન છે, અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. રાજ્યના લોકોએ 26માંથી 25 સાંસદોને ભારે બહુમતીથી દિલ્હી મોકલ્યા, પરંતુ આ સાંસદોના MPLAD(મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ ચોંકાવનારું છે. 26 સાંસદોને મળેલા 254 કરોડ રૂપિયામાંથી માત્ર 10 કરોડ (4.2%)નો જ ઉપયોગ થયો છે, જ્યારે 95.8% ફંડ અણવપરાયેલું રહ્યું…

Read More

મોદી કેબિનેટે કૃષિ યોજનાથી લઈને NTPC સુધીના ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી

મોદી કેબિનેટ:  ગુરુવારે મોદી કેબિનેટે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયો દેશના કૃષિ અને ઉર્જા ક્ષેત્રને નવી દિશા આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, NTPC અને NLC ઇન્ડિયા લિમિટેડ…

Read More

આસામના મુખ્યમંત્રી જેલમાં જશે,PM મોદી કે શાહ બચાવી શકશે નહીં: રાહુલ ગાંધી

આસામ ના ચૈગાંવમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતી વખતે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ RSS અને BJP પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક તરફ RSS પાસે નફરત, ભાગલા અને લડાઈની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ પાસે નફરતને નાબૂદ કરવાની વિચારધારા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આસામના મુખ્યમંત્રી જેલમાં જશે, જેનો જવાબ…

Read More