અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ

અમવા અને મહેર ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ 7/2/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જુહાપુરા મુકામે જાગૃતિ શિબિર યોજાઇ હતી.કાર્યક્રમ ની શરૂઆત ઝાકેરાબેન કાદરીએ કુરાનની તિલાવતથી કરી હતી. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સિરાજુદ્દીન સૈયદ હતા, તેમણે તેમના પ્રમુખ વકતવ્યમાં કહ્યું કે મહિલાઓએ સ્વાસ્થની સંભાળ રાખવી અને પૂરક રોજી મેળવીને વિકાસ કરવો જોઇએ.

નોંધનીય છે કે અમવા સંસ્થાના કાર્યક્રમમાં  મહોસીન મસ્કતીએ (નિવૃત ટ્રેઝરી ઓફિસર) અમવા સંસ્થાની કામગીરીને વખાણી હતી અને મહિલાઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અન્ય મહેમાનમાં  સામાજિક કાર્યકર શ્રીમતિ શહેનાજબેન મસ્કતી એ બહેનોને પોતાનાં બાળકો પોતાનાથી એક કદમ આગળ હોય તેઓ ઉછેર કરવા અપીલ કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે અમવા સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈએ મહેમાનોને આવકાર આપી વિષય પ્રવેશ કરાવતા જણાવ્યું હતું કે વિચાર વિમર્શ, લખાણ જરૂરી છે પણ તેના પર અમલ કરવો એ અત્યંત જરૃરી છે,અમલ થી જ આપણે હકારાત્મક બદલાવ લાવી શકીશું.

 

ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ નાં પ્રમુખ  મહંમદ શરીફ દેસાઈ એ અમવા અને મહેર નો પરિચય આપતા જણાવ્યું કે ડો.મહેરૂન્નિસા સતત 24 કલાક સમાજનાં ઉત્કર્ષ માટે પ્રવૃત્તિશીલ, વિચારાધીન હોય છે,તેનો હું સાક્ષી છું.અમવા નાં વિવિધ પ્રોજેક્ટ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ નાં અંતે એડવોકેટ રિયાઝ શેખે આભાર પ્રવચન કર્યુ હતું.

 

સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન રિજવાના કુરેશીએ કર્યુ હતું.કાર્યક્રમ માં સ્કોલરશીપ વિતરણ, માઈક્રોફાયનાન્સ ની બહેનોને પ્રોત્સાહક સહાય અને નવપરિણીત દિકરીઓ ને અમવા મામેરૂ આપવામાં આવેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા માહેનુર સૈયદ, જુબેદા ચોપડા અને સુહાના દેસાઈએ ખૂબ મહેનત કરી હતી.ભારે સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *