અમદાવાદ મહાનગર પાલિકામાં ફાયર વિભાગમાં નોકરી કરવાની શ્રેષ્ઠ તક,જાણો તમામ માહિતી

આજે અમદાવાદમાં સારા પગારની નોકરી મેળવવાની એક શ્રેષ્ઠ તક આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર)ની બે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોએ ભારતીય કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ માન્ય યુનિવર્સિટીથી સ્નાતક ડિગ્રી ધરાવવી જોઈએ. ઉપરાંત, નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા માન્યતા પ્રાપ્ત ફાયર પ્રિવેન્શન કોર્સ અથવા ફાયર એન્ડ સેફ્ટી સંબંધિત બેચલર ડિગ્રી હોવી જોઈએ.

અનુભવ:

ઉમેદવારોને ફાયર બ્રિગેડ સેવાના ક્ષેત્રમાં, સરકારી અથવા સ્થાનિક સંસ્થાઓમાં ડિવિઝનલ ફાયર ઓફિસર અથવા સમકક્ષ પદ પર 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા:

ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પરંતુ, હાલમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ:

આ પોસ્ટ પર પસંદ થયેલા ઉમેદવારોને ₹ 53,100- ₹ 1,67,800 ના પગાર ધોરણ સાથે અનેક ભથ્થાં મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી:

ઉમેદવારોએ 5 ફેબ્રુઆરી 2025 સુધીમાં નીચે આપેલી લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવી છે: અરજી કરવાની લિંક

અરજી ફોર્મ ભરીને ફાઈનલ સબમિટ કર્યા પછી, ઉમેદવારોને અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવી જોઈએ.

આ છે ગુજરાતમાં ફાયર વિભાગમાં ઉચ્ચ હોદ્દાની નોકરી મેળવવાનો સારો અવસર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *