સુનીતા વિલિયમ્સ: અમેરિકન સ્પેસ એજન્સી ‘નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ (નાસા)ની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લાંબા સમયથી અવકાશમાં અટવાયેલી છે અને ઘરે પરત ફરવાની રાહ જોઈ રહી છે. આ દરમિયાન સુનીતા વિલિયમ્સ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વાસ્તવમાં અવકાશયાત્રીઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.તેમના જીવન પર હવે ખતરો મંડાઇ રહ્યો છે.
શું છે મામલો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બોઇંગ સ્ટારલાઇનર દ્વારા પૃથ્વી પર પાછા ફરે છે, તો તેમનો જીવ જોખમમાં આવી શકે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, યુએસ મિલિટરી સ્પેસ સિસ્ટમ્સના ભૂતપૂર્વ કમાન્ડર રુડી રિડોલ્ફીએ જણાવ્યું હતું કે જો બોઇંગ સ્ટારલાઇનર વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરે છે તો મોટો ખતરો ઉભો થઈ શકે છે. વાસ્તવમાં, રુડી રિડોલ્ફીએ સ્ટારલાઇનરથી પરત આવવા અંગે સંભવિત જોખમોનો ભય વ્યક્ત કર્યો છે.તેમનું માનવું છે કે જો સ્પેસક્રાફ્ટના રિ-એન્ટ્રીમાં કોઈ સમસ્યા આવે તો મોટો ખતરો ઉભો થઈ શકે છે. જો થ્રસ્ટર ખરાબ થઈ જાય, તો બોઈંગ સ્ટારલાઈનર અવકાશમાં અટવાઈ શકે છે. તે સ્થિતિમાં, બંને અવકાશયાત્રીઓ પાસે માત્ર 96 કલાક ઓક્સિજન હશે.વધુમાં, રૂડી રિડોલ્ફીને ડર હતો કે જો અવકાશયાન ખોટા ખૂણા પર પાછું ફરશે તો કેપ્સ્યુલ બળી જવાનું જોખમ હશે. જેના કારણે અવકાશયાત્રીઓના જીવ જોખમમાં આવી શકે છે.
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 5 જૂને બોઇંગ સ્ટારલાઇનરની મદદથી અવકાશમાં ઉડાન ભરી હતી. બંને અવકાશયાત્રીઓ 8 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ ટેક્નિકલ સમસ્યાના કારણે તેઓ છેલ્લા બે મહિનાથી પાછા આવી શક્યા ન હતા.નાસા આજે નક્કી કરી શકે છે કે શું બોઇંગની નવી કેપ્સ્યુલ બંને અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પરત કરી શકશે. શનિવારે નાસા પ્રશાસક બિલ નેલ્સન અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો- પાકિસ્તાન જારી કરશે ચલણમાં પ્લાસ્ટિકની નોટ, જાણો કેમ આવી આ મજબૂરી!