લી જે-મ્યુંગ નવા રાષ્ટ્રપતિ- ૩ જૂન, ૨૦૨૫ ના રોજ દક્ષિણ કોરિયામાં યોજાયેલી ખાસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લિબરલ પાર્ટીના ઉમેદવાર લી જે-મ્યુંગે મોટી જીત મેળવી છે. અત્યાર સુધીમાં ૮૫% થી વધુ મતોની ગણતરી થઈ ગઈ છે અને લીને તેમના પ્રતિસ્પર્ધી કિમ મૂન-સૂ સામે સ્પષ્ટ વિજય મળ્યો છે. રૂઢિચુસ્ત નેતા કિમ મૂન-સૂએ પણ પોતાની હાર સ્વીકારી છે.
લી જે-મ્યુંગ નવા રાષ્ટ્રપતિ- આ ચૂંટણી અસાધારણ રાજકીય કટોકટી પછી થઈ છે જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક યોલે ડિસેમ્બર ૨૦૨૪ માં માર્શલ લો લાદવાનો પ્રયાસ કર્યો હતો, જેમને બાદમાં મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો. યૂને ૩ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ તેમના પાંચ વર્ષના કાર્યકાળની મધ્યમાં માર્શલ લો જાહેર કર્યો હતો, જેનાથી માત્ર દક્ષિણ કોરિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આઘાત લાગ્યો હતો. ૧૯૮૭ માં લોકશાહીની પુનઃસ્થાપના પછી આ પહેલી વાર હતું જ્યારે કોઈ રાષ્ટ્રપતિએ આવું પગલું ભર્યું હોય.
યૂનના નિર્ણય સામે દેશભરમાં વિરોધ અને રાજકીય ઉથલપાથલ થઈ હતી. લી જે-મ્યુંગેના નેતૃત્વમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિને પદ પરથી હટાવ્યા હતા. એપ્રિલ 2025 માં, બંધારણીય અદાલતે ઔપચારિક રીતે યુનને પદ પરથી દૂર કર્યા, ત્યારબાદ તેમની સામે રાજદ્રોહ અને સત્તાના દુરુપયોગના આરોપસર ફોજદારી કેસ શરૂ થયો.
આ પણ વાંચો- રાહુલ ગાંધીએ સીઝફાયરને લઇને સરકાર પર કસ્ચો તંજ, PM મોદી ટ્રમ્પ સામે સરેન્ડર થયા