પાલી-સેવાલિયામાં બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી, કરીભાઇ મલેકનું કરાયું ખાસ સન્માન!

બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી –  પાલી-સેવાલિયામાં અલ્લાહના વલી બાદશાહ બાબા સાહેબના 50મા ઉર્સના શુભ અવસરે કલંદર બાબા સાહેબ, સિકંદર બાબા સાહેબ અને શાખી બાબા સાહેબ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિક્ષણ, સામાજિક સેવા, તબીબી ક્ષેત્ર અને નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સમાજસેવકો, ડોક્ટરો અને ડિરેક્ટરોને ટ્રોફી, શિલ્ડ અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા.
બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી- કાર્યક્રમની અધ્યક્ષતા વણકબોરીના રોહન બાબા કાદરી સાહેબે કરી હતી. આ પ્રસંગે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના વડા જનાબ કરીમ ભાઈ મલેકનું પણ શિલ્ડ અને ચાર સૈયદના આશીર્વાદ સાથે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમના સ્વાસ્થ્ય માટે સૌએ પ્રાર્થના કરી હતી. 
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનું યોગદાન
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજે આઠ જિલ્લાઓને સામેલ કરીને એક મજબૂત સંગઠન રચ્યું છે, જે તમામ સંપ્રદાયોને એક મંચ પર લાવવામાં સફળ રહ્યું છે. આ સંગઠન માનવસર્જિત કે કુદરતી આફતો દરમિયાન શિક્ષણ, સામાજિક સેવા અને અન્ય ક્ષેત્રોમાં સતત મદદરૂપ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *