Union Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજના બજેટમાં ભારતના આધુનિકીકરણ અને ગ્રામીણ વિકાસ માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને ટેક્સટાઈલ સેક્ટર પર સરકારે મોટી રકમ ખર્ચવાનો નિર્ણય લીધો છે.
Union Budget 2026 : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ
સરકારે આ વર્ષે મૂડી ખર્ચ (Capital Expenditure) વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કર્યો છે.
ટાયર-2 અને ટાયર-3 શહેરો: નાના અને મધ્યમ કદના શહેરોમાં આધુનિક સુવિધાઓ વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
ઇન્ફ્રા રિસ્ક ગેરંટી ફંડ: પ્રોજેક્ટ્સમાં લોન અને નાણાકીય જોખમો ઘટાડવા માટે નવા ફંડની સ્થાપના કરવામાં આવશે.
રેલવે અને કનેક્ટિવિટીમાં ક્રાંતિ
7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર: દેશના મુખ્ય શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે. જેમાં દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલીગુડી કોરિડોરનો સમાવેશ થાય છે.
વોટરવેઝ અને શિપિંગ: આગામી 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો વિકસાવવામાં આવશે. બનારસ અને પટનામાં જહાજોના સમારકામ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરાશે.
સી-પ્લેન યોજના: પર્યટનને વેગ આપવા માટે દરિયાઈ વિમાન (Sea-plane) VGF યોજના શરૂ કરવાની દરખાસ્ત છે.
ટેક્સટાઈલ અને ગ્રામીણ ઉદ્યોગ
મેગા ટેક્સટાઈલ પાર્ક: કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે નવા મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થાપવામાં આવશે.
સમર્થ 2.0: ટેક્સટાઈલ ક્ષેત્રે કૌશલ્ય વિકાસ માટે ‘સમર્થ 2.0’ યોજના શરૂ થશે.
ગ્રામીણ સ્વરાજ: ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના’ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં આવશે. તેમજ ‘એક જિલ્લો-એક ઉત્પાદન’ (ODOP) યોજનાથી ગ્રામીણ યુવાનોને રોજગારીની નવી તકો મળશે.
કેમિકલ અને મિનરલ કોરિડોર
ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં દુર્લભ ખનિજ કોરિડોર બનાવવામાં આવશે. આ સાથે જ દેશમાં ત્રણ નવા સમર્પિત ‘કેમિકલ પાર્ક’ની સ્થાપના કરવામાં આવશે. કન્ટેનર ઉત્પાદન ક્ષેત્રે ભારતને સ્વનિર્ભર બનાવવા માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Union Budget 2026 : નાણામંત્રીએ ‘બાયો ફાર્મા’ અને ‘સેમિકન્ડક્ટર’ ક્ષેત્રે કરી મોટી જાહેરાત

